આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 21 March 2016

♥ ક્રિકેટમાં ચાઇનામેન બોલ એટલે શુ ? ♥


ક્રિકેટમાં ગુગલી બોલ શબ્દ જાણીતો છે. બોલર જમણા હાથે બોલિંગ કરતી વખતે કાંડાને જોર આપી ચક્રાકાર ફરતો બોલ ફેંકે ત્યારે તે ટપ્પી પડીને જમણી તરફ ફંટાય છે તેને ઓફ સ્થિત બોલ પણ કહે છે પરંતુ ડાબોડી બોલર ગુગલી બોલિંગ કરે ત્યારે તેને ચાઇના મેન બોલ કહે છે. આ બોલ વધુ ચોક્સાઇથી જમણે તરફ ફંટાય છે.

૧૯૩૩માં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ  દરમિયાન એલિસ એચોંગ નામના ખેલાડીએ ઇંગ્લેન્ડના વોલ્ટર રોબિન્સ અદ્ભૂત રીતે સ્ટમ્પ આઉટ કર્યે હતો. રોબિન્સ પેવેલિયન તરફ જતાં જતાં બોલ્યો કે આ ચાઇનામેને તો ગજબનું કર્યું. એલિસ એચોંગ ચીનનો હતો. ચીનને ક્રિકેટ સાથે કંઇ લાગતું વળગતું નથી પરંતુ આ ઘટના બાદ ડાબોડી સ્પીનરીના બોલને ચાઇનામેન બોલ નામ પ્રચલિત થયું. ડેનિસ કોમ્પટન અને ગેરફિલ્ડ બોલ નામ પ્રચલિત થયું. ડેનિસ કોમ્પટન અને ગેરફિલ્ડ સોબર્સ જાણીતા ડાબોડી સ્પીનરો હતા તેઓ ચાઇનામેન બોલનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામો મેળવતા.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.