આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 30 March 2016

♥ માનવ મગજ ♥


પુખ્ત વયના માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે.

મગજમાં અબજો જ્ઞાનકોશો હોય છે. ઉંમર વધે તેમ થોડાં થોડાં જ્ઞાનકોશો નાશ નાશ પામે છે. મગજમાં નવા જ્ઞાનકોશોને બનતા નથી.

મગજનો ૬૦ ટકા સફેદ ભાગ વિચારવાનું અને ૪૦ ટકા ભૂખરો ભાગ સંદેશા વ્યવહારનું કામ કરે છે.

શરીરને મળતા ઓક્સિજનનો ૨૦ ટકા ભાગ મગજ વાપરે છે.

મગજના જ્ઞાનકોશો વચ્ચે સંદેશાની આપ-લે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થાય છે.

મગજમાં પીડાના સંવેદનકોષો હોતા નથી એટલે મગજમાં દુ:ખાવો થતો નથી.

મગજ ૭૫ ટકા પાણીનું બનેલું હોય છે. શરીરમાં સૌથી વધુ ચરબી પણ મગજમાં રહે છે.

મગજના કોશો વચ્ચે સંદેશાનું વહન સેકંડના ૦.૫ મીટરથી માંડીને ૧૨૦ મીટરની ઝડપે થાય છે.

જાગૃત અવસ્થામાં મગજમાં સંદેશા વ્યવહાર માટે ૧૦થી ૨૩ વોટનો વીજપ્રવાહ વહે છે.

માણસના મગજમાં નિઓકોર્ટેક્ષ નામનો ભાગ વધુ મોટો હોવાથી મનુષ્ય વિવિધ ભાષાઓનું જ્ઞાાન મેળવી શકે છે.

ઊંઘ એ મગજને આરામ આપવાનો એકમાત્ર ઉપાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં બ્રઇન બેન્ક છે જેમાં લગભગ ૭૦૦૦ માનવ મગજ સંશોધનો માટે સંગ્રહાયેલા છે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વ્લાદીમીર લેનિન, જાઝ સંગીતકાર કેથ જેરટ જેવી જાણીતી હસ્તીઓના મગજનો અભ્યાસ થઈ ચૂક્યો છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.