★ હવામાનની માહિતીમાં તાપમાન, વરસાદનું પ્રમાણ તેમજ ભેજનું પ્રમાણ જણાવવામાં આવે છે. હવામાનની કેટલીક આગાહીઓ માટે વાતાવરણમાં કેટલો ભેજ છે તે જાણવું જરૃરી છે. ભેજ માપવાના સાધનને હાઇગ્રોમીટર કે સાઇકોમીટર કહે છે.
★ સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાની હોરેસ બેનેડિક્ટે ઇ.સ.૧૭૮૩માં પ્રથમ ભેજમાપક બનાવ્યું. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તે સાધન માણસના વાળનો ઉપયોગ કરીને ભેજ માપતું.
★ માણસના વાળ હવામાં ભેજ વધુ હોય ત્યારે લંબાઈમાં થોડા વધે છે. સૂકાય એટલે ટૂંકા થાય છે. બેનેડિક્ટે એક પાત્રમાં માણસનો વાળ ખુલ્લા વાતાવરણમાં મૂકી તેની લંબાઈમાં થતી વધઘટ ચોકસાઈથી માપી ભેજનું પ્રમાણ જાણવાની પદ્ધતિ વિકસાવેલી. આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘણાં વર્ષો સુધી આગાહીઓ થતી.
★ બીજી પદ્ધતિ પણ જાણવા જેવી છે. હવામાં ભેજ વધુ હોય ત્યારે ધાતુઓમાં વીજળીનો પ્રવાહ વધી જાય છે. ભેજ ઓછો હોય તો વીજપ્રવાહ પણ મંદ પડે છે. આધુનિક હાઇગ્રોમીટરમાં લિથિયમ ક્લોરાઇડની પટ્ટી ખુલ્લા વાતાવરણમાં મૂકી તેમાં પસાર થતા વીજપ્રવાહનું માપ નોંધી હવામાં ભેજની વધઘટનો અંદાજ લગાવાય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Wednesday, 30 March 2016
♥ વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવાની અજાયબ પદ્ધતિઓ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.