♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 28 February 2015
♥ BUDGET 2015-2016 ♥
•પેન્શન ફંડમાં રોકાણ પર છૂટ, 1 લાખથી વધારીને દોઢ લાખ-
•ટ્રાન્સપોર્ટ એલાઉન્સ 800માંથી બમણું કરાઈને 1600 કરાયું
•કુરિયર સર્વિસ, જિમ, કોમ્પ્યૂર અને લેપટોપની સુવિધા મોંઘી બનશે
•દવાઓ થશે મોંઘી
•સિગારેટ અને પાન-મસાલા મોંઘા બનશે
•વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ટેક્સમાં 30 હજાર રૂ.ની છૂટછાટ
•હેલ્થ ઇન્શ્યોરન્સ 15 હજાર રૂ.થી વધારીને 25 હજાર રૂ.
•એક લાખ રૂ.થી વધારીની ખરીદી માટે PAN કાર્ડ જરૂરી
•બહારનું ભોજન અને ફોન બિલ બનશે મોંઘુ
•સર્વિસ ટેક્સ 12.36 ટકાથી વધારીને 14 ટકા
•કેન્દ્રિય એક્સરસાઇઝ ડ્યૂટી 12.5
•એક હજાર રૂ.થી વધારે કિંમતના જુતાં સસ્તા થશે
•ડોમેસ્ટિક ઇન્કમની લિમિટ પાંચ કરોડથી વધારીને 20 કરોડ રૂ. કરાઈ
•'ફેમા' કાયદામાં થશે ફેરફાર
•1 કરોડથી વધારે આવક ધરાવતી વ્યક્તિએ આપવો પડશે 2 ટકા સરચાર્જ
•ટેકનિકલ સર્વિસ પરનો ટેક્સ હટાવાયો
•વેલ્થ ટેક્સ હટાવાયો
•ટેક્સ ચોરી પર 300 ટકા પેનલ્ટી
•ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદા અઢી લાખ યથાવત રખાઈ
•ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી, બતાવવી પડશે વિદેશી સંપત્તિ
•વિદેશમાં કાળું ધન સંતાડવા બદલ સાત વર્ષની સજા
•સામાન્ય પગારદારો માટે કોઈ રાહત નહીં
•ઇન્કમ ટેક્સમાં કોઈ બદલાવ નહીં
•કોર્પોરેટ ટેક્સ આગામી ચાર વર્ષ માટે 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો
•ટેક્સ નીતિ સ્થિર કરવાનું આયોજન
•સિંગાપોરની જેમ ગુજરાતમાં ફાયનાન્શિયલ સેન્ટર
•સંરક્ષણ માટે2,46,727 રૂ.નું બજેટ
•શહેરી વિકાસ અને આવાસ માટે 22,704 કરોડ રૂ.નું બજેટ
•4173 કરોડ રૂ.ની ફાળવણી જળ સંશાધદ અને નમામિ ગંગે માટે
•સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 33,152 કરોડ રૂ.ની ફાળવણી
•અરૂણાચલ પ્રદેશમાં ફિલ્મ ઇસ્ટિટ્યૂટ સ્થપાશે
•જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
•ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
•ધનબાદને IITનો દરજ્જો અપાશે
•જમ્મુ-કાશ્મીર, પંજાબ, તામિલનાડુ, આસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના
•43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
•સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
•25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
•પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
•મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
•જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
•ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
•ધનબાદને IITનો દરજ્જો અપાશે
•જમ્મુ-કાશ્મીર, પંજાબ, તામિલનાડુ, આસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના
•43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
•સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
•25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
•પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
•મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
•જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
•ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
•ધનબાદને IITનો દરજ્જો અપાશે
•જમ્મુ-કાશ્મીર, પંજાબ, તામિલનાડુ, આસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના
•43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
•સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
•25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
•પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
•મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
•ક્રેડિટ અને ડેબિટ કાર્ડને પ્રોત્સાહન આપવામં આવશે
•કાળું નાણું રોકવા માટે કેશ ટ્રાન્ઝેક્શન ઓછું કરવામા આવશે
•ગોલ્ડ ફંડ ઇશ્યૂ કરવામાં આવશે
•અશોકચક્રના માર્કવાળા સરકારી ગોલ્ડ કોઈન લોન્ચ કરવામાં આવશે
•ગોલ્ડ મોનિટાઇઝિંગ સ્કિમ શરૂ કરવામાં આવશે
•વાયદા બજારને મજબૂત કરવાનું અને સટ્ટા બજારને રોકવાનું પ્લાનિંગ
•ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ શરૂ કરવાનું લક્ષ્ય
•બાળવિકાસ ફંડ માટે 1,500 કરોડ રૂ.ની જોગવાઈ
•નાના ઉદ્યોગો માટે ઇ-બિઝ પોર્ટલની શરૂઆત, મંજૂરી માટે મુશ્કેલી નહીં પડે
•ખાનગી બંદરોને પ્રોત્સાહન અપાશે
•બધા ભારતીયોને યુનિવર્સલ સિક્યુરિટી આપવાની દિશામાં પ્રયાસો
•20 હજાર કરોડ રૂ.ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડની જાહેરાત
•4 હજાર મેગાવોટના પાંચ પાવર પ્લાન્ટ સ્થપાશે
•રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે 150 કરોડ રૂ.
•લઘુમતીઓ માટે નવી મંઝીલ યોજનાની જાહેરાત
•આઇટી ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સેટુ યોજના હેઠળ 1,000 કરોડ રૂ.
•દાવો કર્યા વગરના પીપીએફ અને ઇપીએફના પૈસા ગરીબો માટેફાળવી દેવાશે
•સિંચાઈ યોજના માટે 5,300 કરોડ રૂપિયા
•ગરીબો માટે અટલ પેન્શન યોજના તેમજ પ્રધાનમંત્રી વીમા યોજનાની શરૂઆત કરાશે
•મનરેગા માટે 34,699 કરોડ રૂ.ની ફાળવણી
•નાના ઉદ્યોગો માટે વીસ હજાર કરોડ રૂ.ની જોગવાઈ
•જન ધન યોજનાને પોસ્ટઓફિસ સાથે જોડાશે
•દરેક ગરીબ વ્યક્તિને 2 લાખ રૂ.નો વીમો મળશે
•નાના અને સીમાંત ખેડૂતો પર વધારે ધ્યાન અપાશે
•ખેડૂતોને અપાશે 8.5 લાખ કરોડ રૂ.ની લોન
•બીજો પડકાર સરકારી ખોટ
•દેશ માટે પહેલો પડકાર ખેતીથી ઓછી આવક
•ગરીબો માટે ચાલતી યોજના યથાવત રહેશે
•જરૂરિયાતવાળા લોકો સુધી ગેસ સબસિડી ડાયરેક્ટ પહોંચી રહી છે
•1 એપ્રિલ, 2016થી GST લાગુ કરાશે
•માઇક્રો ઇરિગેશન માટે 5,300 કરોડ રૂ.ની ફાળવણી
•ગ્રામીણ વિકાસ ફંડ માટે 25 હજાર કરોડનું ફંડ
•આવતા વર્ષે સાતમાં પગારપંચની જોગવાઈ લાગુ કરવામાં આવશે
•1 લાખ કિલોમીટર પાકા રસ્તા બનાવવાનું આયોજન
•રાજકોષી ખાધ લક્ષ્ય પ્રમાણે 4.1 ટકા રહેશે
•ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણની જરૂર
•યુવાનોને રોજગારી મળે એના પર ધ્યાન કેન્દ્રિત કરાશે
•જીડીપી 10 ટકાથી વધે એવો માહોલ બનાવ્યો •2022 સુધી કરીશું ગરીબી નાબૂદ
•મોંઘવારી દર 5.1 ટકા, અમે મોંઘવારી પર કાબૂ મેળવ્યો
•રૂપિયો 6.4 ટકા મજબૂત થયો
•2022 સુધી દરેકને મળશે પોતાનું મકાન
•2022 સુધી દરેક ઘરના એક સભ્યને મળશે રોજગારી
•2014-15માં પચાસ લાખ શૌચાલયો બનાવાયા, 6 કરોડ ટોઇલેટ્સ બનાવવાનું લક્ષ્ય
•જનધન મોબાઇલ યોજનાનો ઉપયોગ લોકો સુધી સબસિટી પહોંચાડવા માટે કરવામાં આવશે
♥ ગુજરાતનો ઇતિહાસ ♥
→ ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્તાન અને રાજસ્થાન સાથે પૂર્વ સીમા મધ્યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્ટ્ર, કેન્દ્રશાસિત પ્રદેશ દિવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે.
→ ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
÷÷÷ ★ પ્રાચીન ઇતિહાસ ★ ÷÷÷
→ સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રના આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયું. જે પછીથી હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું.
→ ભૂસ્તર શાસ્ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્યા. હડપ્પા સંસ્કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજા જગ્યાઓના પણ અવશેષો મળી આવેલ છે.
→ પ્રાચીન ગુજરાત પર મોર્ય શાસકે પણ શાસન કરેલું. ગુજરાતના કેટલાક સ્થળો સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમાં વિસ્તાર કરેલો. શરૂઆતના ત્રણ મૌર્યના સ્તૂપો મળી આવેલ હતાં. ઇ.સ. પૂર્વ ૨૩૨ સમ્રાટ અશોકનું મૃત્યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્યું. રાજા શુંગારુએ રાજકીય કૂનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો.
→ મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્ટએ આ પ્રાંતમાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ શાસન કર્યું. રૂદ્ર દમનના શાસન હેઠળ સામ્રાજ્યમાં માલવા (મધ્યપ્રદેશ), સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન મેળવ્યા. ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરમિયાન આ વિસ્તાર ગુપ્ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્યું જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયું. ધ્રુવસેનાના શાસન કાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ-એન-ત્સાંગએ ઇ.સ. ૬૪૦માં ભારતની મુલાકાત લીધી.
→ મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતી સૌરાષ્ટ્ર આવવાના દરમિયાન, ડેમેટ્રીસ્ટના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયેલ હતું. સ્થાનિય રજવાડાઓની સંખ્યા ૨૩ હતી. તેમાના મુખ્ય ત્રણ હિન્દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલાહ હતા તેમણે ભારત પર ૫૭૫ વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહંમેદન્સના કબ્જામાં હતું. ચવુરા જાતિએ ૧૯૬ વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું.
→ ઇ.સ. ૯૦૦ દરમિયાન સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્તાર તેમના તાબામાં હતું. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતાં. કારણકે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુજરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સોલંકી અને રાજપુત હતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કરનદેવ વાઘેલા ઇ.સ. ૨૯૭માં દિલ્હીના સુલતાન અલાદ્દીન ખીલજીથી પરાજય પામ્યા હતાં.
÷÷÷ ♥ મધ્યકાલીન આક્રમણો ♥ ÷÷÷
→ મુસ્લિમોનું શાસન ૪૦૦ વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્વતંત્ર સુલતાન બન્યો. તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્યું.
→ આ અગાઉ, ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો, કાફિરોને માર્યા, યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. જે સંપત્તિ - વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્યો.
→ ગુજરાતના તત્કાલિન સુલતાન ઇ.સ. ૧૫૭૬ સુધી સ્વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ઇ.સ. ૧૫૭૦માં સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું. ૧૮મી સદીના મધ્યમાં મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો.
÷÷÷ ♥ અદ્યતન પદ્ધતિનો પ્રભાવ ♥ ÷÷÷
→ ઇ.સ. ૧૬૦૦માં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્તારો વિકસાવ્યા જેમાં દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં.
→ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માં સુરત ખાતે શરુ કર્યા. પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો. ઘણા સ્થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્યું.
→ ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.
→ મોહનદાસ કરમચંદ ગાંધીના સ્વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ. જેમાં તેમની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્યાગ્રહ, બારડોલીનો સત્યાગ્રહ, બોરસદનો સત્યાગ્રહ અને મીઠાનો સત્યાગ્રહ.
÷÷÷ ♥ મહાગુજરાત આંદોલન ♥ ÷÷÷
→ સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના રોજ સંયુક્ત મુંબઇ-ગુજરાતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો.
÷÷÷ ♥ રાજકીય વ્યવસ્થા ♥ ÷÷÷
→ ઇ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવ્યા બાદ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઇ રાજ્ય પર શાસન કર્યું. (બોમ્બે આજનું મહારાષ્ટ્ર અને ગુજરાત દર્શાવે છે.) વિભાજન બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ચાલું રહ્યું. ઇ.સ. ૧૯૭૫-૧૯૭૭ દરમિયાનમાં લાદવામાં આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્થિતી ગુજરાતમાં નબળી પડી. છતાં પણ કોંગ્રેસે સને ૧૯૯૫ સુધી ગુજરાતમાં રાજ કર્યું.
→ વિભાજન બાદ ઇ.સ. ૧૯૬૦થી ગુજરાતમાં ૧૪ મુખ્યમંત્રી આવ્યા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતા બન્યા. જેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. ઇ.સ. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઇ પટેલે રાજ્યની શાસન ધૂરા સંભાળી.
→ સને ૨૦૦૧માં, શ્રી નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૦૨ ની ચુંટણીમાં પણ બહુમત મેળવ્યો અને નરેન્દ્ર મોદી ૭ ઓકટોબર ૨૦૦૧થી ૨૧ મે ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી તરીકે ની ફરજ બજાવી. ૧ જુન, ૨૦૦૭ ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં હતા.
Wednesday, 25 February 2015
♥ સેમ્યુએલ મોર્સ ♥
÷ ♦ મોર્સ કોડનો શોધક - સેમ્યુએલ મોર્સ ♦ ÷
→ ટેલિફોન નહોતાં ત્યારે ઝડપથી સંદેશા મોકલવા માટે તારનો ઉપયોગ થતો હતો. જેને ટેલીગ્રાફ
સિસ્ટમ કહેતા. ટેલિગ્રામ દ્વારા મોકલાતા સંદેશા સાંકેતિક લિપિમાં મોકલાતા જેમાં હળવા વીજપ્રવાહવાળા વાયરનો ઉપયોગ થતો. તાર લેનાર અને મોકલનાર 'તાર ઓફિસો' પરસ્પર તાર વડે જોડાયેલા રહેતા. તારનું મશીન વીજપ્રવાહ પર આધારિત કામ કરતું. બટન દબાવીને કડકટ એમ બે પ્રકારના અવાજને વારાફરતી ગોઠવી પેટર્ન બનાવી તે મુજબ અંગ્રેજી મૂળાક્ષરો બનતા. આ લિપિને મોર્સ કોડ કહેતા. દરિયામાં ફરતા જહાજમાં આ પધ્ધતિ ખૂબજ ઉપયોગમાં આવતી.
→ મોર્સ કોડની શોધ સેમ્યુઅલ મોર્સ નામના ચિત્રકાર અને વિજ્ઞાનીએ કરી હતી.
→ સેમ્યુઅલ મોર્સનો જન્મ અમેરિકાના માસાચ્યુસેટ્સના ચાર્લ્સડાઉન ગામમાં ઈ.સ. ૧૭૯૧ના એપ્રિલની ૨૭ તારીખે થયો હતો. તેના પિતા ધર્મગુરુ હતા અને ચુસ્ત ધર્મપાલનમાં માનનારા હતા.
→ સેમ્યુઅલ મોર્સનું પ્રાથમિક શિક્ષણ એન્ડોવર ખાતે ફિલિપ્સ એકેડેમીમાં થયું હતું. ગણિત, ધર્મશાસ્ત્ર અને વિજ્ઞાનના વિષયો ભણવા તે યેલ
યુનિવર્સિટીમાં દાખલ થયો જ્યાં તેણે ઈલેક્ટ્રીકનો અભ્યાસ કર્યો.
→ મોર્સનો પ્રિય વિષય ચિત્રકલા હતો. ચિત્રકળાના અભ્યાસ કરવા તે લંડન ગયો અને રોયલ એકેડમીમાં ચિત્રકાર તરીકે સ્થાન પામ્યો. અમેરિકા પરત ફર્યા બાદ ચિત્રકળાનો સ્ટૂડિયોની સ્થાપના કરી તેણે ઘણા અમેરિકન મહાનુભાવોના પોટ્રેટ
બનાવ્યા. ધાર્મિક તેમજ ચિત્રકળાની સાથે સાથે મોર્સે વીજળીના ઉપયોગો અંગે પણ પ્રયોગો કરેલા.
→ તેણે સંદેશા વ્યવહારની સાંકેતિક ભાષા વિકસાવી અને ટેલિગ્રામના વ્યાપારી ઉપયોગની શરૂઆતનો પાયો નાખ્યો.
→ ઈ.સ. ૧૮૭૨ના એપ્રિલની બીજી તારીખે
તેનું અવસાન થયું હતું.
♥ જોરાવર જંતુજગત ♥
→ ઘરમાં ઊડતી માખીના પગ ગળ્યો સ્વાદ
પારખવામાં માણસની જીભ કરતાં હજારો ગણી શક્તિ ધરાવે છે. માખી પગ વડે ઝીણામાં ઝીણી ગળી વસ્તુ શોધી શકે છે.
→ ઉધઈના સમૂહમાં રહેતી રાણી ઊધઈ એક જ
દિવસમાં ૪૦૦૦૦ ઈંડાં મૂકે છે.
→ ૧ કિલો જેટલું મધ એકઠું કરવા મધમાખી લાખો વખત આવ- જા કરી સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરે છે.
→ પૃથ્વી પર માણસ અને અન્ય પ્રાણીઓ કરતાંય વધુ સમયથી જંતુઓ વસે છે.
→ કેટલાક જંતુઓ શિયાળામાં પોતાના શરીરનું
પાણી બદલીને ગ્લાયસીરોલ પેદા કરે છે કે જેથી ઠંડીમાં તે થીજી ન જાય.
→ પૃથ્વી પર પક્ષીઓ જેટલી જ કીડીઓની જાત જોવા મળે છે. વિશ્વભરમાં ૮ હજાર કરતાંય વધુ
જાતની કીડીઓ છે.
→ નર મચ્છર માણસને ચટકાં ભરતો નથી તે
વનસ્પતિનો રસ ચૂસીને જીવે છે. માત્ર માદા મચ્છર જ માણસનું લોહી ચૂસે છે.
→ બ્રાઝિલની હોક મોશ નામની ઈયળ ખિજાય ત્યારે ગળું ફૂલાવીને સાપ જેવી ફેણ ચઢાવે છે.
→ વંદો એક સેકંડમાં એક ફૂટની ઝડપથી દોડી શકે છે.
→ બ્રાઝિલમાં સૌથી મોટી ૪ સેન્ટીમીટરની લંબાઈની કીડી જોવા મળે છે.
→ મચ્છરને ૪૭ દાંત હોય છે. જોકે ચટકા ભરવા માટે તે અણીદાર ડંખનો ઉપયોગ કરે છે.
Sunday, 22 February 2015
Saturday, 21 February 2015
Monday, 16 February 2015
♥ દ્વાદશ જ્યોતિલિંગ ♥
1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર
Sunday, 15 February 2015
♥ રબરનું વૃક્ષ ♥
→ વાહનોના ટાયર ટયૂબથી માંડીને રમકડાં સુધીની અનેક ચીજો બનાવવામાં વપરાતું રબર એક વૃક્ષના થડમાંથી નિકળતા રસમાંથી બને છે. તમને જાણીને નવાઈ લાગશે પણ પૃથ્વી પર એટલાં બધા રબરના વૃક્ષોની ખેતી થાય છે જે વિશ્વને કુદરતી રબર પણ પૂરું પડી શકે.
→ રબર ગરમ પણ ભેજવાળા હવામાનમાં ઊગે છે. મૂળ તે દક્ષિણ અમેરિકાના એમેઝોન નદી કાંઠાનું વૃક્ષ છે પણ હવે આફ્રિકા, એશિયાના દેશો અને અમેરિકામાં પણ તેની ખેતી થાય છે. ભારત સહિત
એશિયામાં થતાં રબરના વૃક્ષો વિશ્વને મોટાભાગનો પુરવઠો પૂરો પાડે છે.
→ રબરનાં વૃક્ષ ૭૦ થી ૧૩૦ ફૂટ ઊંચા થાય છે
તેની ટોચે ડાળીઓ હોય છે. થડ ડાળીઓ વિનાના લાંબા હોય છે. રબરનું થડ સુંવાળું અને નરમ હોય છે. તેનાં પાન ત્રણ પાનના સમૂહમાં હોય છે. તેને પીળાં ફૂલ આવે છે અને ખૂબજ મોટાં ફળ પાકે છે.
રબરના વૃક્ષના થડ ઉપર કૂહાડી વડે કાપ મૂકવાથી તેમાંથી રસ ઝરે છે. તેને લેટેક્સ કહે છે. લેટેક્સમાં બીજાં રસાયણો ઉમેરીને શુધ્ધ કરી ઉપયોગી રબર બનાવાય છે. ડોક્ટરો માટે ઉપયોગી રબરના હાથમોજાં શુધ્ધ લેટેક્સમાંથી જ બને છે.
→ રબરના ફળમાંથી સંખ્યાબંધ બીજ નીકળે છે. બીજમાંથી તેલ મેળવીને તેનો સાબુ, રંગ અને રસાયણો બનાવવામાં ઉપયોગ થાય છે. રબરના વૃક્ષના લાકડામાંથી કાગળ બને છે. જોકે ૧૯૧૦માં કૃત્રિમ રબર બનવાની શોધ થયા પછી મોટા ભાગનું રબર કૃત્રિમ રીતે બનાવાય છે.
Saturday, 14 February 2015
♥ રણપ્રદેશોનું અવનવું ♥
★ પૃથ્વી પર પહાડો, જંગલો, મહાસાગરો, મેદાનોની જેમ રણપ્રદેશો પૃથ્વીની સપાટીની ૨૦ ટકા જગ્યા રોકે છે. રણપ્રદેશ એટલે દૂર દૂર સુધી રેતી જ રેતી. ઝાડ, પાન કે નદી તળાવનું નામનિશાન નહીં. રણપ્રદેશ એ અજાયબ ભૂગોળ છે.
★ રણપ્રદેશમાં વર્ષે માંડ ૧૦ ઈંચ છુટોછવાયો વરસાદ પડે છે.
★ રણપ્રદેશમાં વનસ્પતિ બહુ ઓછી ઊગે પરંતુ
જેટલી ઊગે તેટલીને પાણીની જરૂર ઓછી.તેમના મૂળ ઊંડે સુધી પહોંચેલા હોય અને પાંદડા તેમજ છાલ જાડા હોય છે.
★ સામાન્ય રીતે એમ મનાય છે કે રણપ્રદેશમાં ગરમી ખૂબ પડે પરંતુ ગોબી અને એન્ટાર્કટીકાના રણ ઠંડા છે.
★ રણપ્રદેશમાં પ્રાણીઓ પણ ઓછા જોવા મળે. ઊંટ, ઘેટાં, ખચ્ચર, ગરોળી વગેરે જોવા મળે પરંતુ તેમને પાણીની બહુ જરૂર નથી.
★ પૃથ્વી પરનું સૌથી મોટું રણ આફ્રિકાનું સહરા છે. તે ૮૬ લાખ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે.