★ પૃથ્વી પર પહાડો, જંગલો, મહાસાગરો, મેદાનોની જેમ રણપ્રદેશો પૃથ્વીની સપાટીની ૨૦ ટકા જગ્યા રોકે છે. રણપ્રદેશ એટલે દૂર દૂર સુધી રેતી જ રેતી. ઝાડ, પાન કે નદી તળાવનું નામનિશાન નહીં. રણપ્રદેશ એ અજાયબ ભૂગોળ છે.
★ રણપ્રદેશમાં વર્ષે માંડ ૧૦ ઈંચ છુટોછવાયો વરસાદ પડે છે.
★ રણપ્રદેશમાં વનસ્પતિ બહુ ઓછી ઊગે પરંતુ
જેટલી ઊગે તેટલીને પાણીની જરૂર ઓછી.તેમના મૂળ ઊંડે સુધી પહોંચેલા હોય અને પાંદડા તેમજ છાલ જાડા હોય છે.
★ સામાન્ય રીતે એમ મનાય છે કે રણપ્રદેશમાં ગરમી ખૂબ પડે પરંતુ ગોબી અને એન્ટાર્કટીકાના રણ ઠંડા છે.
★ રણપ્રદેશમાં પ્રાણીઓ પણ ઓછા જોવા મળે. ઊંટ, ઘેટાં, ખચ્ચર, ગરોળી વગેરે જોવા મળે પરંતુ તેમને પાણીની બહુ જરૂર નથી.
★ પૃથ્વી પરનું સૌથી મોટું રણ આફ્રિકાનું સહરા છે. તે ૮૬ લાખ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.