→ લેસરનું બીમ એટલું પાતળું અને સીધી લીટીમાં વહે છે કે ચંદ્ર ઉપર અરીસો મૂકી પૃથ્વી પરથી તેની પર લેસર ફેંકાય તો તે સીધી લીટીમાં જ પરાવર્તીત થઈ પૃથ્વી પર પાછું ફરે.
→ વિશ્વનો સૌથી હળવો પદાર્થ એરોજેલ ૯૯ ટકા હવાનો બનેલો છે તે થીજેલા વાદળ જેવો અર્ધપારદર્શક દેખાય છે.
→ પોર્ટુગલમાં વિશ્વનું પ્રથમ રોબોટ ઝૂ બન્યું છે. રોબોટેટિક્સ-એક્સ નામના આ ઝૂમાં ૪૫ પિંજરાં છે જેમાં જાતજાતના રોબોટ મૂકેલા છે.
→ કેલિફોર્નિયાના રણપ્રદેશમાં ગેસની લાંબી પાઈપ લાઈનમાં લિકેજ થાય તો શોધવું મુશ્કેલ
બને છે. વિજ્ઞાનીઓએ તેનો ઉપાય શોધી કાઢયો છે. ગેસમાં ગીધને આકર્ષે તેવું રસાયણ ભેળવાય છે. જ્યાં લિકેજ થાય ત્યાં ગીધના ટોળાં ઉતરી પડે એટલે લિકેજ તરત જ શોધી શકાય.
→ અમેરિકાના નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ
સ્ટાન્ડર્ડમાં વિજ્ઞાાનીઓએ ચોખાના દાણા જેવડી એટમિક ક્લોક બનાવી છે. આ ઘડિયાળ ચોક્સાઈપૂર્વકનો સમય બતાવે છે.
→ વિમાનમાં ઉપયોગી થતા બ્લેક બોક્સનો ખરેખર રંગ કેસરી હોય છે.
→ ફાયર પ્રુફ કપડાં એસ્બેસ્ટોસના રેસામાંથી બને છે તેની ઉપર રિફ્લેક્ટીવ ફોઈલ હોય છે. આ
કપડાં ૧૦૦૦ ડિગ્રી તાપમાન સહન કરી શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.