★ વિશ્વમાં સૌથી વધુ જોવાતી રમત ફૂટબોલ છે.
★ બોક્સિંગને ૧૯૦૧માં રમત તરીકે કાયદેસર
સ્થાન મળેલું.
★ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ મેળવનાર
સોવિયેટની જિમ્નાસ્ટ લેરિસ લેટિનિનાએ ૧૯૫૬ થી ૧૯૬૪ સુધીમાં ૧૮ મેડલ મેળવેલા.
★ વિશ્વમાં રમતનું સૌથી પ્રથમ રેડિયો બ્રોડકાસ્ટ ઈ.સ. ૧૮૯૮માં બ્રિટનમાં હોડી સ્પર્ધાનું થયેલું.
★ જીમ્નેશિયમની શરૂઆત ગ્રીસમાં ઈ.સ.પૂર્વે ૯૦૦માં થયેલી. તેમાં સંગીત સાથે વિવિધ રમતો અને વ્યાયામ કરાતા.
★ વિમ્બલ્ડનની લગભગ ૬૫૦ ટેનિસ મેચ દરમિયાન ૪૨૦૦૦ ટેનિસ બોલ વપરાય છે.
★ ફૂટબોલનો દડો ચામડાના ૩૨ ટૂકડાને ૬૪૨ ટાંકા સીવીને તૈયાર થાય છે.
★ ક્રિકેટનો દડો ૬૫ થી ૭૦ ટાંકા લઈને સિવેલો હોય છે.
★ ચંદ્ર ઉપર રમાયેલી એક માત્ર રમત ગોલ્ફ
છે.
★ મેરેથોનની દોડ ૪૨.૧૯૫ કિલોમીટરની હોય છે.
★ રમત જગતની સૌથી જુની ટ્રોફી અમેરિકા કપ
છે. તે ૧૮૫૧ શરૂ થઈ હતી.
★ વોલિબોલની શોધ ઈ.સ. ૧૮૯૫માં અમેરિકાના વિલિયમ જ્યોર્જ મોર્ગને કરેલી.
★ ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત ઈ.સ.૧૮૯૫માં ગ્રીસના એથેન્સમાં થયેલી. તેમાં ૩૧૧ પુરુષોએ જ ભાગ લીધેલો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.