આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 15 February 2015

♥ રબરનું વૃક્ષ ♥

→ વાહનોના ટાયર ટયૂબથી માંડીને રમકડાં સુધીની અનેક ચીજો બનાવવામાં વપરાતું રબર એક વૃક્ષના થડમાંથી નિકળતા રસમાંથી બને છે. તમને જાણીને નવાઈ લાગશે પણ પૃથ્વી પર એટલાં બધા રબરના વૃક્ષોની ખેતી થાય છે જે વિશ્વને કુદરતી રબર પણ પૂરું પડી શકે.

→ રબર ગરમ પણ ભેજવાળા હવામાનમાં ઊગે છે. મૂળ તે દક્ષિણ અમેરિકાના એમેઝોન નદી કાંઠાનું વૃક્ષ છે પણ હવે આફ્રિકા, એશિયાના દેશો અને અમેરિકામાં પણ તેની ખેતી થાય છે. ભારત સહિત
એશિયામાં થતાં રબરના વૃક્ષો વિશ્વને મોટાભાગનો પુરવઠો પૂરો પાડે છે.

→ રબરનાં વૃક્ષ ૭૦ થી ૧૩૦ ફૂટ ઊંચા થાય છે
તેની ટોચે ડાળીઓ હોય છે. થડ ડાળીઓ વિનાના લાંબા હોય છે. રબરનું થડ સુંવાળું અને નરમ હોય છે. તેનાં પાન ત્રણ પાનના સમૂહમાં હોય છે. તેને પીળાં ફૂલ આવે છે અને ખૂબજ મોટાં ફળ પાકે છે.
રબરના વૃક્ષના થડ ઉપર કૂહાડી વડે કાપ મૂકવાથી તેમાંથી રસ ઝરે છે. તેને લેટેક્સ કહે છે. લેટેક્સમાં બીજાં રસાયણો ઉમેરીને શુધ્ધ કરી ઉપયોગી રબર બનાવાય છે. ડોક્ટરો માટે ઉપયોગી રબરના હાથમોજાં શુધ્ધ લેટેક્સમાંથી જ બને છે.

→ રબરના ફળમાંથી સંખ્યાબંધ બીજ નીકળે છે. બીજમાંથી તેલ મેળવીને તેનો સાબુ, રંગ અને રસાયણો બનાવવામાં ઉપયોગ થાય છે. રબરના વૃક્ષના લાકડામાંથી કાગળ બને છે. જોકે ૧૯૧૦માં કૃત્રિમ રબર બનવાની શોધ થયા પછી મોટા ભાગનું રબર કૃત્રિમ રીતે બનાવાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.