÷ ♦ મોર્સ કોડનો શોધક - સેમ્યુએલ મોર્સ ♦ ÷
→ ટેલિફોન નહોતાં ત્યારે ઝડપથી સંદેશા મોકલવા માટે તારનો ઉપયોગ થતો હતો. જેને ટેલીગ્રાફ
સિસ્ટમ કહેતા. ટેલિગ્રામ દ્વારા મોકલાતા સંદેશા સાંકેતિક લિપિમાં મોકલાતા જેમાં હળવા વીજપ્રવાહવાળા વાયરનો ઉપયોગ થતો. તાર લેનાર અને મોકલનાર 'તાર ઓફિસો' પરસ્પર તાર વડે જોડાયેલા રહેતા. તારનું મશીન વીજપ્રવાહ પર આધારિત કામ કરતું. બટન દબાવીને કડકટ એમ બે પ્રકારના અવાજને વારાફરતી ગોઠવી પેટર્ન બનાવી તે મુજબ અંગ્રેજી મૂળાક્ષરો બનતા. આ લિપિને મોર્સ કોડ કહેતા. દરિયામાં ફરતા જહાજમાં આ પધ્ધતિ ખૂબજ ઉપયોગમાં આવતી.
→ મોર્સ કોડની શોધ સેમ્યુઅલ મોર્સ નામના ચિત્રકાર અને વિજ્ઞાનીએ કરી હતી.
→ સેમ્યુઅલ મોર્સનો જન્મ અમેરિકાના માસાચ્યુસેટ્સના ચાર્લ્સડાઉન ગામમાં ઈ.સ. ૧૭૯૧ના એપ્રિલની ૨૭ તારીખે થયો હતો. તેના પિતા ધર્મગુરુ હતા અને ચુસ્ત ધર્મપાલનમાં માનનારા હતા.
→ સેમ્યુઅલ મોર્સનું પ્રાથમિક શિક્ષણ એન્ડોવર ખાતે ફિલિપ્સ એકેડેમીમાં થયું હતું. ગણિત, ધર્મશાસ્ત્ર અને વિજ્ઞાનના વિષયો ભણવા તે યેલ
યુનિવર્સિટીમાં દાખલ થયો જ્યાં તેણે ઈલેક્ટ્રીકનો અભ્યાસ કર્યો.
→ મોર્સનો પ્રિય વિષય ચિત્રકલા હતો. ચિત્રકળાના અભ્યાસ કરવા તે લંડન ગયો અને રોયલ એકેડમીમાં ચિત્રકાર તરીકે સ્થાન પામ્યો. અમેરિકા પરત ફર્યા બાદ ચિત્રકળાનો સ્ટૂડિયોની સ્થાપના કરી તેણે ઘણા અમેરિકન મહાનુભાવોના પોટ્રેટ
બનાવ્યા. ધાર્મિક તેમજ ચિત્રકળાની સાથે સાથે મોર્સે વીજળીના ઉપયોગો અંગે પણ પ્રયોગો કરેલા.
→ તેણે સંદેશા વ્યવહારની સાંકેતિક ભાષા વિકસાવી અને ટેલિગ્રામના વ્યાપારી ઉપયોગની શરૂઆતનો પાયો નાખ્યો.
→ ઈ.સ. ૧૮૭૨ના એપ્રિલની બીજી તારીખે
તેનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.