→ ઘરમાં ઊડતી માખીના પગ ગળ્યો સ્વાદ
પારખવામાં માણસની જીભ કરતાં હજારો ગણી શક્તિ ધરાવે છે. માખી પગ વડે ઝીણામાં ઝીણી ગળી વસ્તુ શોધી શકે છે.
→ ઉધઈના સમૂહમાં રહેતી રાણી ઊધઈ એક જ
દિવસમાં ૪૦૦૦૦ ઈંડાં મૂકે છે.
→ ૧ કિલો જેટલું મધ એકઠું કરવા મધમાખી લાખો વખત આવ- જા કરી સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરે છે.
→ પૃથ્વી પર માણસ અને અન્ય પ્રાણીઓ કરતાંય વધુ સમયથી જંતુઓ વસે છે.
→ કેટલાક જંતુઓ શિયાળામાં પોતાના શરીરનું
પાણી બદલીને ગ્લાયસીરોલ પેદા કરે છે કે જેથી ઠંડીમાં તે થીજી ન જાય.
→ પૃથ્વી પર પક્ષીઓ જેટલી જ કીડીઓની જાત જોવા મળે છે. વિશ્વભરમાં ૮ હજાર કરતાંય વધુ
જાતની કીડીઓ છે.
→ નર મચ્છર માણસને ચટકાં ભરતો નથી તે
વનસ્પતિનો રસ ચૂસીને જીવે છે. માત્ર માદા મચ્છર જ માણસનું લોહી ચૂસે છે.
→ બ્રાઝિલની હોક મોશ નામની ઈયળ ખિજાય ત્યારે ગળું ફૂલાવીને સાપ જેવી ફેણ ચઢાવે છે.
→ વંદો એક સેકંડમાં એક ફૂટની ઝડપથી દોડી શકે છે.
→ બ્રાઝિલમાં સૌથી મોટી ૪ સેન્ટીમીટરની લંબાઈની કીડી જોવા મળે છે.
→ મચ્છરને ૪૭ દાંત હોય છે. જોકે ચટકા ભરવા માટે તે અણીદાર ડંખનો ઉપયોગ કરે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.