આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 4 January 2019

♥ ઇજિપ્તનો વિરાટ કરોળિયો: કેમલ સ્પાઈડર ♥



To see or download video.

CLICK HERE

👉🏼 ઇજિપ્તની દંતકથાઓમાં ભયાનક હિસંક અને વિરાટ કદના વીંછી, કરોળિયા અને કીડી જેવા જંતુઓની ઘણી વાતો પ્રચલિત છે. આ વાતો અતિશયોક્તિ ભરેલી હોય છે. પરંતુ ઇજિપ્તમાં જોવા મળતા કેમલ સ્પાઇડર કરોળિયા કદમાં ભલે નાના હોય પણ ભયાનક અને હિંસક તો હોય છે.

🕷 રણપ્રદેશમાં થતા આ કરોળિયા ૨ ફૂટ લાંબા હોય છે. તેને આઠ પગ હોય છે. કેમલ સ્પાઈડરમાં પણ જુદી- જુદી હજાર જાત જોવા મળે છે. આ કરોળિયાના માથામાં બે ડંખ હોય છે. તેને દાંત હોતા નથી પણ ડંખમાંથી નીકળતું તેજાબી ઝેરી પ્રવાહી શિકારની ચામડીને બાળી નાખે છે.

🕷 આ કરોળિયા ઊંઘતા ઊંટનું પેટ ચીરીને ખાઈ જાય છે. કરોળિયાના આઠે પગમાં ઘણા સાંધા હોય છે. તે ઝડપથી દોડી શકે છે. તેના પાછલા પગમાં સૂક્ષ્મવાળ હોય છે. તેના વડે નજીકમાં થતું હલનચલન પારખી શકે છે. તેની મોટી આંખ આકારોને ઓળખી શકે છે.

🕷 આ કરોળિયાનો દુશ્મન વીંછી છે. કરોળિયા અને વીંછીની લડાઈ જોવા જેવી હોય છે. ઇજિપ્તના આદિવાસીઓ કરોળિયા અને વીંછીને પકડીને તેને લડાવે છે અને તે જોવાનો આનંદ માણે છે.

🕷 કેમલ સ્પાઈડર ગરોળી, સાપ, અને ઉંદર જેવા પ્રાણીઓનો શિકાર કરે છે. તેની લાળ જલદ હોવાથી તેને સન સ્પાઈડર પણ કહે છે. ઇજિપ્ત ઉપરાંત આફ્રિકાના દેશોના રણપ્રદેશમાં પણ આ કરોળિયા જોવા મળે છે. કહેવાય છે કે પહેલા વિશ્વ યુધ્ધમાં ઇજિપ્તમાં કરોળિયા અને વીંછીની લડાઈનો કાર્યક્રમો જોવા રોકાતા.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.