આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 4 January 2019

♥ આપણે પીધેલા પાણીનું શરીરમાં શું થાય છે ? ♥




💦 આપણે જમ્યા પછી પાણી પીએ છીએ. દિવસમાં ઘણી વાર તરસ લાગે એટલે પાણી પીએ. આપણે ખોરાક કરતાં વધુ પાણી શરીરમાં નાખીએ છીએ. આટલા બધા પાણીનું શરીરમાં શું કામ ? તે જાણો છો ?

💦 ખોરાક પોષક દ્રવ્યો પુરા પાડે છે. આ દ્રવ્યોને શરીરના ભાગોમાં મોકલવા માટે પ્રવાહીની જરૂર પડે. જમ્યા પછી પીધેલું પાણી ખોરાકને અર્ધપ્રવાહી બનાવે છે અને પાચન તંત્રમાં આગળ ધકેલે છે. પાણી શરીરમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી.

💦 લોહીને પ્રવાહી રાખવા માટે પાણીની જરૂર પડે. આમ શરીરમાં વિવિધ દ્રવ્યોના વહન માટે પાણી ઉપયોગી થાય છે. પાણી ૧૦૦ ડિગ્રી તાપમાન સુધી પ્રવાહી રહે છે અને મોટાભાગના દ્રવ્યો તેમાં ઓગળે છે. શરીરને લચીલું રાખવા ઉષ્ણતામાન જાળવી રાખવા પાણીની જરૂર પડે.

💦 આપણા શરીરમાં ૫૦ થી ૬૦ ટકા પાણી હોય છે. તે પ્રમાણ જળવાવું જોઈએ. શરીરના કોષોને સક્રિય રાખવા પાણી જોઈએ. અને શરીરની પરસેવા દ્વારા અશુધ્ધિઓ દૂર કરવા માટે પાણી મદદરૂપ થાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.