👉🏼 ઉષ્ણતામાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. વાતાવરણ, કોઈ પણ વસ્તુ કે શરીરનું તાપમાન જાણવા માટે જુદી જુદી જાતના થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે. અને માપ પણ સેલ્સીયસ, ફ્રેરનહીટ કે કેલ્વીન જેવા જુદા જુદા પ્રમાણમાં.
👉🏼 થર્મોમીટરની શોધનો ઇતિહાસ પણ રસપ્રદ છે બે હજાર વર્ષ પહેલા ઇ.સ.૧૨૯માં થઈ ગયેલા વિજ્ઞાની ગેલનને પહેલીવાર ગરમીનું માપ જાણવાનો વિચાર આવેલો. તે સમયે ગરમી વિશે લોકોને બહુ જ્ઞાન નહોતું. ગરમ લાગે કે દાઝી જવાય એટલી જ ખબર.
👉🏼 તે જમાનામાં ગેલને ઉકળતા પાણી અને બરફ વચ્ચેની ગરમીના પ્રમાણના ચાર ભાગ પાડી ગરમીનું માપ કાઢવાની પધ્ધતિ શોધેલી. ૧૫મી સદીના વિજ્ઞાનીઓ ગરમી વિશે વધુ જાણતા થયા.
👉🏼 જાણીતા ગેલેલિયો એ ૧૬મી સદીમાં ગરમીનું માપ જાણવા પ્રથમ થર્મોસ્કોપ બનાવેલું. તેમાં પ્રવાહી ભરેલ વાસણમાં કાચની નળી ઊભી મુકવામાં આવતી એટલે ગરમ થયેલું પ્રવાહી નળીમાં ઊંચે ચડતું.
👉🏼 ત્યારબાદ આ ઊંચાઈ અને મૂળ પ્રવાહીની સપાટી વચ્ચેના અંતર ઉપરથી ગરમીનું માપ કઢાતું. પરંતુ આ સાધનમાં ચોકસાઈ રહેતી નહોતી.
👉🏼 ઇ.સ.૧૬૦૮માં થઈ ગયેલા વિજ્ઞાની ઇવાન્જેલિસ્ટા ટોરીસેલીએ કાચની સીલ કરેલી નળીમાં પ્રવાહી ભરીને નવું થર્મોમીટર બનાવ્યું. ત્યારબાદ રોબર્ટ હૂક નામના વિજ્ઞાનીએ રંગીન આલ્કોહોલ ટોરી સેવીએ કાચની શીલ કરેલી નળીમાં પ્રવાહી ભરીને નવું થર્મોમીટર બનાવ્યું.
👉🏼 ત્યારબાદ રોબર્ટ હૂક નામના વિજ્ઞાાનીએ રંગીન આલ્કોહોલ ભરેલું થર્મોમીટર બનાવ્યું. તેણે પાણી થીજીને બરફ બને ત્યાંથી શૂન્ય શરૂ કરીને ૫૦૦ સુધીના આંક લખ્યા. ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીએ આ થર્મોમીટરનો માન્યતા આપી હતી.
👉🏼 ત્યારબાદ ઇ.સ.૧૭૦૨માં ઓલસ રોમર નામના વિજ્ઞાનીએ પણ નવી જાતનું થર્મોમીટર શોધેલું.
👉🏼 થર્મોમીટરની શોધ બાદ ડેનિયલ ફેરનહીટ નામના વિજ્ઞાનીએ સ્ટેનહીટ ડીગ્રીના માપની શોધ કરી. ત્યારબાદ સેલ્સીયસ અને કેલ્વીન પ્રમાણે શોધાયા. સેલ્સિયસ અને ફેરનહીટ આજે ઉપયોગમાં લેવાય છે. જ્યારે કેલ્વીન પ્રમાણમાપ વિજ્ઞાાનીઓ પ્રયોગ દરમિયાન ઉપયોગમાં લે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.