♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Tuesday, 30 October 2018
Monday, 29 October 2018
♥ અવાજ સાંભળવામાં ઉસ્તાદ પ્રાણીઓ ♥
🌟 સસ્તન પ્રાણીઓમાં સાંભળવા માટે બહાર દેખાય તેવા બે કાન હોય છે. મોટા ભાગે કાન માથા પર આંખોની નજીક હોય છે. સસ્તન સિવાયના પ્રાણી જગતમાં વિવિધ છિદ્રો કે ચામડી પરના કોષો સાંભળવાનું કામ કરે છે.
🌟 કાનની રચના એવી હોય છે કે બહારના અવાજ એકઠા કરીને જ્ઞાાનતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચાડે. દરેક પ્રાણી પોતાની જરૂરિયાત મુજબ અવાજ સાંભળી શકે છે.
🌟 માણસ અલ્ટ્રા સાઉન્ડ સાંભળી શકતો નથી. પ્રાણીઓને પોતાના રક્ષણ અને ખોરાકની શોધ માટે સાંભળવા ઉપર પણ આધાર રાખવો પડે. કુદરતે વિવિધ પ્રાણીઓમાં સાંભળવાની અદ્ભૂત શક્તિઓ આપી છે.
🌹 બિલાડી અને કૂતરા અત્યંત સુક્ષ્મ અવાજ સાંભળી શકે. એક પાંદડુ હલે તોય બિલાડીના કાન સરવા થઈ જાય.
🌹 ઉંદરના કાનની અંદરનું પોલાણ પહોળું હોવાથી તે બહારના અવાજને ૧૦૦ ગણા મોટા સાંભળી શકે છે.
🌹 આફ્રિકાના ઈયર્ડ ફોક્સ પોતાના કાન જમીન તરફ વાળી શકે છે. સસલા પણ કાનની દિશા બદલી શકે છે.
🌹 ચામાચિડિયા તો અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે અને પેદા પણ કરી શકે છે.
🌹 માછલીને કાન હોતા નથી પણ કેટલીક માછલી ચામડીના કોષો દ્વારા અલ્ટ્રાસાઉન્ડનો અનુભવ કરી શકે છે.
♥ પફીન ♥
→ TO SEE THE VIDEO.
CLICK HERE
👉🏼 એટલાન્ટિક સમુદ્રમાં કિનારા પ્રદેશોમાં વૈવિધ્યસભર પક્ષીઓ જોવા મળે છે. પોપટ જેવા દેખાવનું રંગીન પફીન પણ તેમાનું એક છે. તેને દરિયાઈ પોપટ પણ કહે છે. શિયાળામાં ખૂબ જ વિશિષ્ટ છે. પોપટ જેવી અણીદાર અને લાલ ચાંચ ઋતુ પ્રમાણે રંગ બદલે છે.
👉🏼 શિયાળામાં તે રાખોડી રંગની હોય છે. અને વસંત આવતાં જ આકર્ષક લાલ રંગની થઈ જાય છે. પફીન ૧૦ ઇંચ લાબુ હોય છે અને ૫૦૦ ગ્રામ જેટલું વજન ધરાવે છે. પફીન મોટે ભાગે સમુદ્રની સપાટી પર જ રહે છે.
👉🏼 સમુદ્રમાં મોજા ઉપર તે આરામથી સ્થિર બેસી શકે છે. તે કુશળ તરવૈયા પણ છે. તરતી વખતે પાંખનો તે હલેસા તરીકે ઉપયોગ કરે છે. શિકાર કરવા માટે તે દરિયામાં ૨૦૦ ફીટ જેટલી ઊંડાઈએ ડૂબકી મારી શકે છે.
👉🏼 જો કે તે ઊંડા સમુદ્રમાં માંડ પાંચ સેકન્ડ જ રહી શકે છે. પફીન માછલી અને નાના જળચર જીવોનો શિકાર કરે છે. પફીન ઊડવામાં ભારે ઝડપી છે. તે પોતાની પાંખો એક મિનિટમાં ૪૦૦ વખત ફફડાવીને કલાકના ૮૮ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.
👉🏼 દુનિયાભરના ૬૦ ટકા જેટલા પફીન વસંત ઋતુમાં ઇંડા મૂકવા માટે ઉત્તર એટલાન્ટિકના આઈસલેન્ડ ખાતે એક સાથે સ્થળાંતર કરીને એકઠા થાય છે. તે ઊંચા ખડકો પર ઘાસ અને પીંછાનો માળો બનાવે છે.
♥ ધ્રુવીય રીંછ - પોલાર બેર ♥
👉🏼 ધ્રુવ પ્રદેશમાં બહુ ઓછા પ્રાણીઓ જોવા મળે છે પરંતુ જેટલા પ્રાણીઓ છે તે અનેક વિશિષ્ટતા ધરાવે છે. તેમાંય સફેદ રીંછ જાણીતું છે. ધ્રુવપ્રદેશના સફેદ રીંછ કે પોલાર બેર માંસાહારી પ્રાણીઓમાં સૌથી કદાવર છે. અતિશય ઠંડીમાં જીવવા માટે કુદરતે તેના શરીર પર ૧૦ સેન્ટીમીટર જાડું ચરબીનું પડ આપ્યું છે. પોલાર બેર ઊભું થાય ત્યારે ૧૧ ફૂટ ઊંચુ હોય છે.
👉🏼 તેનું વજન લગભગ ૬૫૦ કિલોગ્રામ હોય છે. ધુવપ્રદેશના ઠંડા દરિયામાં હિમશિલાઓ પર તે રહે છે. હંમેશાં બરફ પર જીવતાં આ પ્રાણીના પગના તળિયે પણ વાળ હોય છે. આ રીંછ ૨૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.
👉🏼 અતિશય ઠંડા વાતાવરણમાં જીવવા માટે કુદરતે સફેદ રીંછને ઘણી કરામતો આપી છે. શરીરની ગરમી બહાર ન નીકળી જાય તે માટે તેના કાન નાના અને ગોળાકાર હોય છે. તે ઓછું સાંભળી શકે છે. પણ તેનું નાક શક્તિશાળી છે. તે માંસ અને માછલીની ગંધ ઘણે દૂરથી પારખી શકે છે.
👉🏼 પોલાર બેર શરીર પર ભરચક સફેદ વાળ ધરાવે છે. પરંતુ તેની ચામડી કાળી હોય છે. એટલે તે ગરમીનું શોષણ કરે છે. તેના સુક્ષ્મ વાળ પોલા હોય છે. સૂર્યનો પ્રકાશ તેના પોલા વાળમાં પ્રવેશી તેની ગરમી તેના શરીરમાં પહોંચે છે.
♥ અજબ ગજબ કુદરત ♥
♦ પૃથ્વી પરના તમામ મીઠા પાણીના તળાવ કરતાં ૩૦ ગણું વધુ પાણી પૃથ્વીના ભૂગર્ભમાં હોય છે.
♦ પર્શીયન અખાતના સમુદ્રનું પાણી સૌથી વધુ ગરમ હોય છે. ઉનાળામાં આ સમુદ્રનું પાણી ૩૫ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ હોય છે.
♦ પૃથ્વી અવકાશમાંથી આઠ ગ્રહોમાંથી સૌથી વધુ તેજસ્વી દેખાય છે.
♦ પૃથ્વી પર ૫૪૦ જવાળામુખીઓ જાણીતા છે. દરિયાના પેટાળમાં રહેલા જવાળામુખીઓ અંગે પૂરી માહિતી પણ મેળવી શકાઇ નથી.
♦ પૃથ્વી પરનો સૌથી ઊંડો સમુદ્ર પેસિફિક મહાસાગર છે. મેરિયાના ફ્રેન્ચ ખાતે તેની ઊંડાઈ ૧૧ કિલોમીટર છે.
♦ એશિયા ખંડ પૃથ્વીની ૩૦ ટકા જમીન રોકે છે ને પૃથ્વી પર ૬૦ ટકા વસતી એશિયામાં છે.
♦ સૂર્યના કિરણો સમુદ્રના પાણીમાં ૨૪૦ ફૂટની ઊંડાઈ સુધી પહોંચી શકે છે.
♦ દક્ષિણ ધ્રુવ પર બરફનું ૩થી ૪ કિલોમીટર જાડું પડ છવાયેલું છે. ત્યાં માઈનસ ૭૦ ડિગ્રી તાપમાન રહે છે.
Tuesday, 16 October 2018
Monday, 15 October 2018
Sunday, 7 October 2018
♥ SPECIAL MAP OF GUJRAT ♥
★ From ★
- જ્ઞાનસારથિ ટેલિગ્રામ ચેનલ
↓ CLICK & JOIN ↓
( ફોટો પર એકવાર ક્લિક કર્યા બાદ જે ફોટો આવે તે ડાઉનલોડ કરો. )