♦ પૃથ્વી પરના તમામ મીઠા પાણીના તળાવ કરતાં ૩૦ ગણું વધુ પાણી પૃથ્વીના ભૂગર્ભમાં હોય છે.
♦ પર્શીયન અખાતના સમુદ્રનું પાણી સૌથી વધુ ગરમ હોય છે. ઉનાળામાં આ સમુદ્રનું પાણી ૩૫ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ હોય છે.
♦ પૃથ્વી અવકાશમાંથી આઠ ગ્રહોમાંથી સૌથી વધુ તેજસ્વી દેખાય છે.
♦ પૃથ્વી પર ૫૪૦ જવાળામુખીઓ જાણીતા છે. દરિયાના પેટાળમાં રહેલા જવાળામુખીઓ અંગે પૂરી માહિતી પણ મેળવી શકાઇ નથી.
♦ પૃથ્વી પરનો સૌથી ઊંડો સમુદ્ર પેસિફિક મહાસાગર છે. મેરિયાના ફ્રેન્ચ ખાતે તેની ઊંડાઈ ૧૧ કિલોમીટર છે.
♦ એશિયા ખંડ પૃથ્વીની ૩૦ ટકા જમીન રોકે છે ને પૃથ્વી પર ૬૦ ટકા વસતી એશિયામાં છે.
♦ સૂર્યના કિરણો સમુદ્રના પાણીમાં ૨૪૦ ફૂટની ઊંડાઈ સુધી પહોંચી શકે છે.
♦ દક્ષિણ ધ્રુવ પર બરફનું ૩થી ૪ કિલોમીટર જાડું પડ છવાયેલું છે. ત્યાં માઈનસ ૭૦ ડિગ્રી તાપમાન રહે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.