આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 29 October 2018

♥ પફીન ♥



→ TO SEE THE VIDEO.

CLICK HERE

👉🏼 એટલાન્ટિક સમુદ્રમાં કિનારા પ્રદેશોમાં વૈવિધ્યસભર પક્ષીઓ જોવા મળે છે. પોપટ જેવા દેખાવનું રંગીન પફીન પણ તેમાનું એક છે. તેને દરિયાઈ પોપટ પણ કહે છે. શિયાળામાં ખૂબ જ વિશિષ્ટ છે. પોપટ જેવી અણીદાર અને લાલ ચાંચ ઋતુ પ્રમાણે રંગ બદલે છે.

👉🏼 શિયાળામાં તે રાખોડી રંગની હોય છે. અને વસંત આવતાં જ આકર્ષક લાલ રંગની થઈ જાય છે. પફીન ૧૦ ઇંચ લાબુ હોય છે અને ૫૦૦ ગ્રામ જેટલું વજન ધરાવે છે. પફીન મોટે ભાગે સમુદ્રની સપાટી પર જ રહે છે.

👉🏼 સમુદ્રમાં મોજા ઉપર તે આરામથી સ્થિર બેસી શકે છે. તે કુશળ તરવૈયા પણ છે. તરતી વખતે પાંખનો તે હલેસા તરીકે ઉપયોગ કરે છે. શિકાર કરવા માટે તે દરિયામાં ૨૦૦ ફીટ જેટલી ઊંડાઈએ ડૂબકી મારી શકે છે.

👉🏼 જો કે તે ઊંડા સમુદ્રમાં માંડ પાંચ સેકન્ડ જ રહી શકે છે. પફીન માછલી અને નાના જળચર જીવોનો શિકાર કરે છે. પફીન ઊડવામાં ભારે ઝડપી છે. તે પોતાની પાંખો એક મિનિટમાં ૪૦૦ વખત ફફડાવીને કલાકના ૮૮ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.

👉🏼 દુનિયાભરના ૬૦ ટકા જેટલા પફીન વસંત ઋતુમાં ઇંડા મૂકવા માટે ઉત્તર એટલાન્ટિકના આઈસલેન્ડ ખાતે એક સાથે સ્થળાંતર કરીને એકઠા થાય છે. તે ઊંચા ખડકો પર ઘાસ અને પીંછાનો માળો બનાવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.