🌹 આંતરરાષ્ટ્રીય રેડક્રોસ એ વિશ્વનું સૌથી મોટું માનવતા લક્ષી અભિયાન છે. તેમાં ૧૮૬ દેશો સભ્ય છે.
🌹 હેન્રી ડૂમાન નામના સ્વિસ બેન્કના માલિકે યુધ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે રેડ ક્રોસની સ્થાપના કરેલી. તેણે સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રધ્વજની વિપરીત એવી લાલ ચોકડીનું પ્રતીક રાખ્યું.
🌹 રેડક્રોસ વિશ્વમાં ગમે ત્યાં યુધ્ધ મેદાન પર ઘાયલ સૈનિકો નિષ્પક્ષ સેવા કરે છે.
🌹 રેડક્રોસના વાહન પર કોઈ હુમલો કરી શકતું નથી.
🌹 ઇ.સ. ૧૮૬૩માં જીનીવામાં રેડક્રોસની સ્થાપના થયેલી.
🌹 રેડક્રોસના સ્થાપક સહિત સંસ્થાને સૌથી વધુ ચાર વખત નોબેલ શાંતિ એવોર્ડ એનાયત થયા છે.
🌹 રેડક્રોસ યુધ્ધના મેદાનમાં જ નહીં . પરંતુ ભૂકંપ, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતોમાં પણ લોકોને મદદ કરવા પહોંચી જાય છે.
🌹 રેડક્રોસના કુદરતી આફતમાં મદદરૃપ થતી આઈએફઆર સી સંસ્થામાં નવ કરોડથી વધુ કર્મીઓ, સ્વયંસેવકો અને કાર્યકરો છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.