🔷 કરચલા શરીર પર કવચ ધરાવતા દરિયાઈ જીવ છે. આડા પગે ચાલનારા કરોળિયાની અનેક જાત છે. તેમાં જાપાનનો સ્પાઈડર ક્રેબ સૌથી મોટો છે.
🔷 જાપાનીઝ સ્પાઈડર ક્રેબ ના આઠ પગનો ઘેરાવો ૧૩ ફૂટ હોય છે. મોટા પગ જ નહીં પણ વજનમાં પણ વિક્રમી છે.
🔷 તેનું વજન લગભગ ૩૦ કિલોની આસપાસ થાય છે. આ કરચલો સૌથી મોટો અષ્ટપગી જીવ છે.
🔷 તેના શરીર પરનું કવચ દરિયાના તળિયાના ખડકો જેવા રંગનું હોય છે. તે સમયાંતરે ઉતરીને નવું આવે છે.
🔷 દરિયામાં તે ૧૬૦ ફૂટની ઊંડાઈએ રહે છે અને ૨૦૦૦ ફુટની ઊંચાઈ સુધી જોવા મળે છે.
🔷 સ્પાઇડર ક્રેબના આઠ પગ પૈકી આગળના બે પગ હાથ જેવું કામ કરે છે. તેના છેડે પંજા હોય છે. તેની આંગળીઓ શક્તિશાળી હોય છે.
🔷 આ કરચલો નાની માછલીઓનો શિકાર કરે છે.
🔷 આ કરોળિયા પોતાની જાતને છુપાવવા માટે આસપાસના વાતાવરણમાં રંગીન શેવાળ અને નાના કોટલા ખેંચીને શરીરને રંગીન બનાવે છે.
🔷 જાપાનના લોકો આ કરચલાને ઘરના એકવેરિયમમાં પણ રાખે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.