લોકો વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા પોતાની અંદર એવી ખાસિયત વિકસાવે છે જે બીજા કોઇમાં ન હોય, વળી એ ખાસિયતને જોઇને લોકો પણ દંગ રહી જાય. વિએતનામમાં પણ આવો જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો, આ રેકોર્ડમાં બે ભાઇઓએ ભાગ લીધો હતો, બંને ભાઇઓએ વર્લ્ડ રેકોર્ડ જોવા આવનાર લોકોને આૃર્યથી દંગ કરી દીધા હતા. જીઆંગ નેગિક અને જીઆંગ કો નામના બંને ભાઇઓએ વિએતનામમાં હાલમાં જ બેલેસિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ બંને ભાઇઓમાંથી એક ભાઇ પગથિયાં ચડે અને બીજો ભાઇ તેના માથાના બળે પહેલા ભાઇના માથે ઊંધો થઇ જાય છે. નીચે રહેલો ભાઇ બેલેન્સ કરીને પગથિયાં ચડે છે.
માત્ર ૫૨ સેકન્ડમાં ૪૦ પગથિયાં માથે આટલું વજન બેલેન્સથી ઊંચકીને પગથિયાં ચડી જાય છે. આટલાં પગથિયાં માત્ર બાવન સેકન્ડમાં માથા ઉપર એક આખી વ્યક્તિને પકડયા વગર ઊંચકીને લઇ જવી છતાં પણ એકવાર બેલેન્સ કરવામાં તકલીફ નહોતી થઇ. આમ શ્રેષ્ઠ બેલેન્સનો વર્લ્ડ રેકોર્ડ જીઆંગ નેગિક અને જીઆંગ કોના નામે નોંધાયેલો છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.