આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 19 February 2017

♥ આધુનિક પરમાણુવાદના પ્રણેતા - પ્રોફેસર નીલ્સ બોહર ♥



🌳 નીલ્સ હેન્રીક ડેવિડ બોહરનો જન્મ ૧૮૮૫માં થયો હતો. બાળ નીલ્સ ભૌતિક વિજ્ઞાાનમાં અજબ રસ ધરાવતી. પ્રોફેસર બોહર યુરોપના એક નાનકડા દેશ ડેનમાર્કના વતની હતા, પરંતુ વિજ્ઞાાન જગતના મત પ્રમાણે તેઓ આજના મોટામાં મોટા ભૌતિક વિજ્ઞાાની હતા. પરમાણુ-રચનાનો સિદ્ધાંત તૈયાર કરવા માટે પ્રોફેસર બોહરનું સંશોધન માનવીના માનસિક વિજયોમાં એક છે. એ સિદ્ધાંતે અનેક પ્રયોગકારોને તેમના કાર્યમાં પ્રરેણા આપી છે. પરમાણુ વિભાજન અને પરમાણુ-રૂપાંતરની બાબતોમાં નીલ્સ બોહર આજના એક અગ્રગણ્ય વિચારક હતા અને પરમાણુને લગતા પ્રયોગોના પરિણામો સંપૂર્ણ સમજવામાં તેઓએ વિજ્ઞાાનની દુનિયામાં દોરવણી આપી હતી. વીસમી સદીના ભૌતિક વિજ્ઞાાન પર પ્રોફેસર બોહર ન ભૂસાય એવી છાપ મૂકી ગયા. નીલ્સ બોહર એટલે આધુનિક પરમાણુ વિજ્ઞાાનના પ્રણેતા.

🌳 ૧૯૩૯ ની શરૂઆતમાં પોફેસર બોહર અમેરિકાના પ્રવાસે નીકળ્યા. સ્ટીમર ઉપડવાની થોડીવાર હતી ત્યાં બે જર્મન નિર્વાસિત ભૌતિક વિજ્ઞાાનીઓ લીસે મેઈટનર અને ઓ.આર. ફ્રીચ્ચ બોહરને મળવા આવ્યા અને ભયપૂર્વક સમાચાર આપ્યાઃ ‘ર્બિલનના બે વિજ્ઞાાનીઓ ઓટો હાહ્ન અને ફ્રિટ્સ સ્ટ્રાસમાને યુરેનિયમ પરમાણુનું વિભાજન કર્યું છે. આ પરમાણુ વિભાજનની મદદ વડે નાઝીઓ પરમાણુ બોમ્બ તૈયાર કરી શકે.’ બોહરે આ સમાચાર અમેરિકાના પોતાના કેટલાક વિશ્વાસુ મિત્ર-વિદ્યાર્થીઓને કહ્યા. અમેરિકાએ પરમાણુ બોમ્બની બનાવટ અંગે પ્રયોગો શરૂ કર્યા. પ્રોફેસર બોહરે જાતે થોડો વખત પ્રિન્સટનમાં આ અંગે કામ કર્યું.

🌳 એક દિવસ શિયાળાની સાંજે કલમમાંથી પ્રયોગશાળામાં જતાં પ્રોફેસર બોહરની મૂંઝવણોનું નિરાકરણ સાંપડી ગયું. આ પરમાણુ ભંજનમાં યુરોનિયમ-૨૩૫ આઈસોટોપ મહત્ત્વનો છે. આ માહિતી અમેરિકાને ખૂબ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી નીવડી.

🌳 પોતાની સૂચના અનુસાર પરમાણુ બોમ્બ તૈયાર થયો પણ તેનો ધડાકો જોવા તેઓ ન ગયા. જિંદગીભર તેઓ પરમાણુ ધડાકાઓના વિરોધી હતા. ઊલટું તેઓ બોમ્બના ધડાકા નાબૂદ કરવાનો રસ્તો શોધ્યા કરતા હતા.

🌳 યુદ્ધ બાદ યુરોપને વિજ્ઞાાનની બાબતમાં પગભર કરવા બોહરે ખૂબ મહેનત કરી હતી. પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ શોધવા તેમણે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. જિનિવાની પરમાણુ શક્તિના શાંતિમય ઉપયોગો માટે પરિષદમાં તેમણે મહત્ત્વપૂર્ણ ભાગ લીધો હતો.

🌳 વિજ્ઞાનજગતે તેમને અનેક માનચાંદથી નવાજ્યા હતા. આ ચંદ્રકોની સંખ્યા એટલી બધી છેકે તેઓ એક સાથે એ બધા પહેરી ન શકે અને માન એટલા બધાં છે કે એબીસીડીના બધા અક્ષરો તેમાં આવી જાય.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.