આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 19 February 2017

♥ સૌથી આળસુ પ્રાણી - સ્લોથ ♥




🌼 માત્ર માણસો જ શું કામ? પ્રાણીઓ પણ આળસુ હોય છે, જી હા માણસની જેમ ઘણાં પ્રાણીઓ પણ અતિશય આરામપ્રિય હોય છે. જોકે આમ તો માણસની માફક પ્રાણી કે પક્ષીઓને ભણવા કે નોકરી કરવા નથી જવાનું હોતું, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓનું એકમાત્ર કામ પોતાનો ખોરાક શોધવા જવાનું હોય છે, પરંતુ આ ધરતી ઉપર એક પ્રાણી એવું પણ છે જે દુનિયાનું સૌથી મોટું આળસુ પ્રાણી છે. આ પ્રાણીનું નામ સ્લોથ છે, દેખાવે વાંદરા જેવું લાગતું સ્લોથ પ્રાણી ખરેખર જમીનમાં રહેતા હાડકાંના કવચ ધરાવતાં પ્રાણીઓમાનું એક પ્રાણી છે, પરંતુ સ્લોથ જમીનમાં નથી રહેતું.

🌼 મુખ્યત્વે સ્લોથ સાઉથ અમેરિકાનું પ્રાણી છે. તે સાઉથ અમેરિકાના ટ્રોપિકલ ફોરેસ્ટમાં જોવા મળે છે. કદમાં સ્લોથ બેથી અઢી ફૂટનું હોય છે, જ્યારે તેનું વજન ૩ કિલોગ્રામથી લઇને ૭.૭ કિલોગ્રામ સુધી વધે છે. દેખાવે વાંદરાની યાદ અપાવતા સ્લોથના હાથ વાંદરા જેવા જ લાંબા હોય છે, તેમજ બંને હાથ અને પગમાં આંગળાંની જગ્યાએ લાંબા ત્રણ નખ હોય છે, જે તેને શિકારીથી બચવામાં મદદરૂપ થાય છે. સ્લોથ વિશે અચંબિત કરે તેવી મોટી બાબત તેની ઊંઘ છે.

🌼 દિવસના ચોવીસ કલાકમાં સ્લોથ લગભગ ૨૦ કલાક ઊંઘ્યા કરે છે. આટલું જ નહીં તે ઝાડ ઉપર વસતાં બીજા પ્રાણીઓની માફક એજ જગ્યાએથી બીજી જગ્યાએ કૂદાકૂદ પણ નથી કરતું, તે અઠવાડિયામાં માત્ર એકવાર ઝાડ ઉપરથી નીચે ઉતરે છે, તેમજ તે મળ-મૂત્ર પણ અમુક દિવસોના અંતરે કરતું હોય છે.

🌼 એકદમ આળસુ પ્રકૃતિ ધરાવતાં પ્રાણી સ્લોથના શરીર ઉપર ખૂબ રૂવાંટી હોય છે, જે તેને ઠંડીમાં રક્ષણ આપે છે. સ્લોથની પૂંછડી તેના શરીર કરતાં લાંબી હોય છે, વળી ઝીણી ઝીણી આંખો જાણે હંમેશા દુઃખી રહેતી હોય તેમ લાગે છે. તેમજ તેના મોઢાનો આકાર એવો છે જેને જોઇને હંમેશા સ્લોથ હસતું રહેતું હોય તેમ લાગે છે.

🌼 તેની ગરદનમાં હાડકાં સાવ ઓછા હોવાથી સ્લોથ લગભગ તેના મોઢાને આખું ગોળ ફેરવી શકે છે. સ્લોથની આળસુ પ્રકૃતિના કારણે સ્લોથ બીજા પ્રાણીઓ જેટલું પ્રચલિત નથી. આમ આળસુ પ્રકૃતિ ધરાવતું સ્લોથ જ્યારે શિકારીને ઝપટમાં આવે છે ત્યારે તે એકદમ ડિફેન્સીવ બની જાય છે, તે પોતાને ઝપટમાં લેનાર શિકારી ઉપર નખ, મારીને હુમલો કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.