🔵 માણસોની સાથે સાથે હવે કૂતરાંના નામે પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા લાગ્યા છે. અલબત્ત અત્યારે જે કૂતરાની વાત કરવાની છે, તેને નામે અનોખો રેકોર્ડ નોંધાયો છે. આ અબોલ જાનવર પાસે કોઇ અઘરી ટ્રેઇનિંગ આપીને કોઇ કરતબ કરવાનો રેકોર્ડ નથી નોંધાયો, પરંતુ આ કૂતરાના નામે એક લાંબી લચક પૂંછડી ધરાવનાર પ્રાણીનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.
🔵 બેલજીયમમાં રહેતા ઇસે લૂટસને કેઓસ નામનું એક કૂતરું છે. આ કૂતરાને માત્ર ૩ મહિનાની ઉંમરે લૂટસ ફેમિલીએ ખરીદ્યુ હતું. ઘરે લાવીને તેનું નામ કેઓસ રાખવામાં આવ્યું. કેઓસનો મતલબ હિંમતવાન સૈનિક થાય છે.
🔵 કેઓસ જેમ જેમ મોટું થતું ગયું તેમ તેમ તેની પૂંછડીમાં પણ વધારો થતો ગયો. દિનપ્રતિદિન કેઓસની પૂંછડી લાંબી થતી તેમ તેમ લૂટસ પરિવારને ચિંતા થતી હતી, અંતે તેમણે કેઓસને ડોક્ટર પાસે લઇ ગયા ડોક્ટરે કહ્યું ગભરાવાની જરૂર નથી લાંબી પૂંછડીના કારણે કેઓસને કોઇ તકલીફ નહીં થાય.
🔵 ત્યાર બાદ લોટસ પરિવારના દીકરાની નજર એક દિવસ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એક કૂતરા ઉપર પડી જેના નામે ગિનિસ રેકોર્ડ નોંધાયેલો હતો. તે રેકોર્ડ મુજબ આ કૂતરાની પૂંછડી દુનિયાની સૌથી લાંબી પૂંછડી હતી, જેની લંબાઇ ૪૫ સેમી હતી. આ જોઇને આ પરિવારને એક વિચાર આવ્યો કે કેઓસની પૂંછડી તે કૂતરા કરતાં ઘણી લાંબી છે તો કેઓસનું નામ પણ આ રેકોર્ડ માટે નોંધાવું જોઇએ. અને બધાના આૃશ્ચર્ય સાથે કેઓસની પૂંછડીની લંબાઇ ૭૬.૮ સેમી હતી, એટલે લગભગ ૩૦.૨ ઇંચ લાંબી ગણાય. પછી શું હતું? મિસ્ટર કેઓસે બનાવી દીધો પોતાના નામે સૌથી લાંબી પૂંછડી ધરાવનાર કૂતરાનો રેકોર્ડ.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.