આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 19 February 2017

♥ સ્નેક બર્ડ : એનહિંગા ♥



શું કોઇ પક્ષીની ડોક સાપ જેવી હોય? શું કોઇ પક્ષીના પીંછાં વોટરપ્રૂફ હોય છે? આવા બે સવાલના જવાબ છે હા બિલકુલ હોય. અમેરિકાના ગરમ દરિયાકાંઠે લાંબી સર્પાકાર ડોક અને તીક્ષ્ણ ચાંચવાળું પક્ષી જોવા મળે છે. તેનું નામ એનહિંગા છે, નામે વિચિત્ર લાગતું આ પક્ષી સાચે જ ખૂબ વિચિત્ર છે. એનહિંગા નામનું આ પક્ષી કાળા પાણીના શેતાન પક્ષી તરીકે જાણીતું છે. સાપ જેવી ડોકને કારણે તેને સ્નેક બર્ડ પણ કહે છે. આ પક્ષી એક શિકાર પાછળ પડે તો કલાકો સુધી તેનો પીછો છોડતું નથી. ઊંડા પાણીમાં ડૂબકી મારવી તેના માટે રમત વાત છે. તેના વોટરપ્રૂફ પીંછાં તેને આમાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

🌸 એનહિંગાની તીક્ષ્ણ ચાંચ કરોડરજ્જુ સાથે જોડાયેલી હોવાથી તે ખૂબ જ શક્તિ સાથે શિકારને વીંધી શકે છે.

🌸 દક્ષિણ અમેરિકા ઉપરાંત આર્જન્ટિનામાં પણ આ પક્ષી જોવા મળે છે. એનહિંગાને ગરમ વાતાવરણ ગમે છે. શિયાળો આવતા તે ઉષ્ણકટિબંધ તરફ સ્થળાંતર કરે છે.

🌸 એનહિંગા લાંબી ડોક સહિત ૩ ફૂટ લાંબુ હોય છે. તેની પાંખનો ઘેરાવો ૪ ફૂટ હોય છે. તેની પીઠ કાળા ટપકાંવાળી સફેદ હોય છે તેની પૂંછડી કાળી હોય છે અને છેડે રંગીન પીંછાં હોય છે.

🌸 એનહિંગાની ચાંચ તેના માથા કરતાં બમણી અને અણીદાર હોય છે મોટે ભાગે તે માછલીનો શિકાર કરે છે.

🌸 એનહિંગા પાણીમાં તરતા રહીને માછલીનો શિકાર કરે છે. શિકાર કરી લીધા બાદ તે માણસની જેમ જ કિનારા પર આવી જમીન પર પાંખો અને પીંછાં ફેલાવી તડકામાં બેસે છે અને પીછાં સૂક્વે છે.

🌸 એનહિંગા હજારો ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે. ઊડતી વખતે તે પાંખો સ્થિર અને સીધી રાખે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.