આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 19 February 2017

♥ સૌથી નાની ઉંમરનો તબલચી ♥

તબલચી : માસ્ટર તૃપ્તરાજ

મિત્રો જો કોઇ વ્યક્તિ ધારે તો તે કંઇપણ કરી શકે છે, જો કોઇ ખાસ વસ્તુમાં રસ હોય તો વ્યક્તિ તેમાં પોતાની ખાસ સ્કિલ ડેવલપ કરીને તે વસ્તુમાં શ્રેષ્ઠ બની શકે છે. અને તેમાં ઉંમર પણ નથી નડતી, જી હા આપણે આજે એક એવા બાળકની વાત કરવાની છે જેના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે, અને આ વાત માત્ર વર્લ્ડ રેકોર્ડથી નથી અટકતી, તેને અનેક એવોર્ડસ પણ મળી ચૂક્યાં છે. જી હા, અમે વાત કરી રહયા છીએ માસ્ટર તૃપ્તરાજ પંડયાની. તૃપ્તરાજ આપણાં દેશનો સૌથી નાની ઉંમરનો તબલચી છે, તેને નાનપણથી જ તબલાં વગાડવાનો ખૂબ શોખ હતો, તે માત્ર ૧૮ મહિનાની ઉંમરથી તબલાં, ઢોલ, ડ્રમ, મંજીરા જેવા અનેક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો થઇ ગયો હતો. જે ઉંમરે બાળકો ટીવી જોવામાં કે નાના નાના રમકડાંથી રમવામાં પોતાનો સમય પસાર કરતાં હોય તે ઉંમરે તૃપ્તરાજ પંડયાએ પબ્લિક પરફોમન્સ આપ્યું હતું, તે સમયે તૃપ્તરાજ ૨ વર્ષને ૨ મહિના જ મોટો હતો. જનરલી આ સમયે આટલી ઉંમરના બાળકો ચાલતાં કે બોલતાં માંડ શીખ્યા હોય છે. વળી ત્રણ વર્ષની ઉંમરે તૃપ્તરાજે ઓલ ઇન્ડિયા રેડિયોમાં પરફોમન્સ આપ્યંુ હતંુ. તો તે ચાર વર્ષનો થયો ત્યારે તેણે પોતાનું પહેલું ટેલિવિઝન રેકોર્ડિંગ કર્યું હતું. જ્યારે તૃપ્તરાજ સાડાચાર વર્ષનો થયો ત્યારે તેણે ૬૦૦૦ લોકોની સામે પોતાનું પહેલું લાઇવ પરફોમન્સ આપ્યું હતું. આટલાં લોકો સામે માત્ર સાડાચાર વર્ષની ઉંમરે પણ દમદાર પરફોમન્સ આપી તૃપ્તરાજે બધાને આૃર્યચકિત કરી દીધા હતાં. આમ તૃપ્તરાજ પંડયાના આ હુનરના વખાણ ચારેકોર થવા લાગ્યાં હતા, ૬ વર્ષની ઉંમરે તૃપ્તરાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી નાની ઉંમરના તબલચીનું સર્ટિફિકેટ પણ આપ્યું હતું.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા લોકો વર્ષો વર્ષ કેટલીય મહેનત કરતાં હોય અને ત્યારબાદ તેમનું નામ વર્લ્ડ રેકોર્ડના પાને નોંધાતુ હોય છે, જ્યારે તૃપ્તરાજનું નામ માત્ર ૬ વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડના પેજ ઉપર આવી ગયું છે. તૃપ્તરાજ અનેક બાળકો માટે પ્રેરણા સમાન છે, માત્ર બાળકો જ નહીં પણ તૃપ્તરાજ પેરેન્ટ્સ માટે પણ એક પ્રેરણા જ છે, તમારા બાળકને નાનપણમાં કોઇ વસ્તુમાં રુચી હોય તો તેને તે રસ્તે આગળ વધવા દો, તેની રુચીને બીજે માર્ગે ન વાળો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.