રણ એટલે રેતીનો સાગર, રણપ્રદેશો પૃથ્વીની સપાટીની વીસ ટકા જગ્યા રોકે છે. રણપ્રદેશમાં વનસ્પતિ, જળાશય, પહાડ, પર્વત હોતાં નથી માત્ર રેતી જ પથરાયેલી હોય છે. રણપ્રદેશ વિશે બીજી વાતો પણ જાણવા જેવી છે.
🌈 રણપ્રદેશમાં વર્ષે માંડ ૧૦ ઈંચ વરસાદ થતો હોય છે.
🌈 રણપ્રદેશો ગરમ જ હોય તેવું નથી. ગોબી અને એન્ટાર્કટિકાના રણ ઠંડાગાર છે.
🌈 રણપ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. કેટલાક રણમાં ઊંડે સુધી મૂળવાળા જાડી છાલવાળા કેકટ્સ જોવા મળે છે.
🌈 રણપ્રદેશમાં રહેતા પ્રાણીઓ પાણી વિના લાંબો સમય ચલાવી લે અને ખૂબજ ગરમી સહન કરી શકે તેવા હોય છે.
🌈 વિશ્વનું સૌથી મોટું રણ આફ્રિકાનું સહરા ૮૬ લાખ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે.
🌈 ઠંડું અને વિખ્યાત ગોબીનું રણ ચીન અને મોંગોલિયામાં છે.
🌈 ભારતના થર રણનો કેટલોક ભાગ પાકિસ્તાનમાં છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.