🌷 યુવાનોમાં લોકપ્રિય વાહન એટલે બાઈક. બાઈક સદીઓ પહેલાં પણ એટલું જ લોકપ્રિય અને રોમાંચક ગણાતું. તેનો ઇતિહાસ જાણવા જેવો છે.
🌷 ઇ.સ. ૧૮૬૮ માં સાયકલની શોધ થયા પછી લોકોએ તેમાં એન્જિન જોડીને ઝડપથી ચલાવાતા પ્રયાસો શરૂ કરેલા. તેમાં સૌ પ્રથમ ડબલ્યૂ ડબલ્યૂ ઓસ્ટિન નામના અન્જિનિયરે સાયકલના બંને વ્હિલ વચ્ચે પાણીની ટાંકી જોડી તેને ગરમ કરી તેને વરાળ વડે ચાલતું એન્જિન જોડીને પ્રથમ બાઈક બનાવી.
🌷 ઇ.સ. ૧૮૮૪ કોયલેન્ડ નામના એન્જિનિયરે ઓછા વજનવાળું અને નાના કદનું મશીન જોડીને બાઈક બનાવી. આ બાઈક લોકપ્રિય બનેલી તે જોઈને ઘણા એન્જિનિયરો નાના મોટા વ્હિલવાળી બાઈક બનાવવા લાગ્યા.
🌷 સૌથી ઉપયોગી બાઈક ૧૯૦૧માં ઓસ્કર હેડસ્ટોર્મે બનાયેલી તેણે પેટ્રોલથી ચાલતા કાર્બ્યુરેટરવાળા એન્જિન સાથેનું બનાવેલું.
🌷 ૧૯૦૨ માં ૨૨ ઇંચની ફ્રેમવાળી બાઈક બજારમાં મૂકાઈ. આ બાઈકના પાછળના ભાગે પેટ્રોલની ટાંકી હતી તેથી ઊંટ જેવી લાગતી. લોકો તેને ' કેમલ બેક બાઈક' કહેતાં. તેમ છતાં ૧૦ વર્ષ સુધી તે લોકપ્રિય બનેલી અને ખૂબ વેચાયેલી.
🌷 ઇ.સ. ૧૯૧૬ એટલે આજથી ૧૦૦ વર્ષ પહેલા બાઈક બનાવવનારી કંપની સ્પ્રિંગફિલ્ડમાં ૨૪૦૦ કારીગરો હતા અને વર્ષે ૨૫૦૦૦ બાઈક બનતી. તે જમાનામાં અન્ય વાહનો કરતાં બાઈક વધુ વપરાતી.
🌷 ઇ.સ. ૧૯૦૧ માં બ્રિટનની રોયલ એન્ફીલ્ડ કંપનીએ ચાર સિલિન્ડરના એન્જિનવાળી પ્રથમ બાઈક બજારમાં મૂકેલી. તે દરમિયાન મોટરસાયકલ રેસ પણ લોકપ્રિય બનેલી. પોલીસ અને સેના માટે ખાસ મોટર સાયકલો બનવા લાગેલી.
🌷 ૧૯૩૦ સુધીમાં બ્રિટનમાં લગભગ ૮૦ પ્રકારની બાઈક બજારમાં મૂકાઈ હતી. તેમાં નોર્ટન, ટ્રમ્ફ, એજેએસ, ગેરાર્ડ, વ્હિરવૂડ પ્રસિદ્ધ હતી.
🌷 ૧૯૩૭ માં કલાકના ૨૧૯ કિલોમીટરની ઝડપે દોડી શકે તેવી હાઈસ્પીડ બાઈક બનેલી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.