આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 19 February 2017

♥ તબીબી જગતની ઉપયોગી શોધો ♥



📱 ૧૯૦૩માં પ્રથમ ઇલેકટ્રોકાર્ડિયોગ્રાફ મશીન શોધાયું. આ મશીન વિલિયમ એન્થોવને શોધેલું. તે એક પ્રકારનું ગેલ્વેનો મીટર હતું કે જે વીજપ્રવાહમાં થતા નાના ફેરફારોની નોંધ કરતું. દર્દીના હાથ અને પગ સાથે વાયર વડે જોડીને હૃદયના ધબકારાની પેટર્ન જાણવા માટે તેનો પ્રથમવાર ઉપયોગ થયો. આ શોધ બદલ એન્થોવતને નોર્બલ ઇનામ મળેલું.   

📱 ૧૯૪૫ માં વિલિયમ કોલ્ફ નામના વિજ્ઞાનીએ કિડની ડાયાલિસિસ મશીનની શોધ કરેલી. તે લાકડાના ડ્રમ અને સેલોફોનની નળીઓ જોડીને બનાવેલું. આ મશીનથી દર્દીના શરીરમાંનું લોહી ખેંચીને તે શુધ્ધ કરી પાછું દર્દીના શરીરમાં મોકલાતું. ૧૫ વખત નિષ્ફળ ગયા બાદ કોલ્ફે હોલેન્ડના એક દર્દીને ડાયલિસિસ કરી તેનો જીવ બચાવેલો.

📱 ૧૯૪૮માં કેવિન ટોહી નામના વિજ્ઞાાનીએ પ્રથમ પ્લાસ્ટિકના કોન્ટેકટ લેન્સ બનાવ્યા.  જો કે ત્યાર બાદ તેમાં ઘણા સુધારા થયા.

📱 ૧૯૫૨ માં પૌલ ઝેલ નામના વિજ્ઞાાનીએ હૃદય માટેનું કૃત્રિમ પેસમેકર શોધ્યું. વીજપાવરથી ચાલતુંઆ મશીન દર્દીની છાતી સાથે જોડાતુ અને હળવા વીજપ્રવાહથી હૃદયને ધબકતું રાખવા ઉપયોગી થતું.

📱 ૧૯૭૦માં આર્થોસ્કોપની શોધ થઈ. ફાઈબર ઓપ્ટિકના ઉપયોગથી આ મશીન દ્વારા પેન્સિલ જેટલી પાતળી ટયૂબથી દર્દીના શરીરની અંદરના દૃશ્યો જોઈ શકાય છે. તેના છેડે ટચૂકડો વિડિયો કેમેરા હોય છે. મોટે ભાગે હાડકાનાં સાંધાનું નિરિક્ષણ કરવા તેનો ઉપયોગ થતો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.