રોબોટ એ માણસ જેવાં કામ કરતાં મશીન છે. વિજ્ઞાનીઓ ઘરમાં કચરો વાળી આપે તેવા રોબોટથી માંડીને દર્દી પર ઓપરેશન કરી શકે તેવા રોબોટ બનાવ્યા છે. રોબોટનું અલગ વિજ્ઞાન છે તેને ' રોબોટિક્સ' કહે છે. વિશ્વમાં લગભગ ૧૦ લાખથી વધુ રોબોટ જુદા જુદા કામ કરે છે. મોટા ભાગના રોબોટ ઉદ્યોગ અને કારખાનાઓમાં કામ કરે છે.
🌈 જાપાનની એક કંપનીએ માય રિયલ બેબી નામની રોબોટ બનાવી છે. તે બાળક જેવી ઠીંગલી છે તે હસે છે, રડે છે, રમે છે અને સુખ અને દુ : ખના ભાવપણ બતાવે છે.
🌈 આઈ રોબોટ, પેકબોટ રોબોટ ત્રાસવાદી હુમલામાં તપાસ કરવા વપરાય છે. તે ગમે તેવા જોખમી મકાન કે સ્થળે જઈને પાછા આવી માહિતી આપે છે.
🌈 સ્માર્ટપાલ રોબોટ જમીન પરથી ચીજવસ્તુઓ લઈ યોગ્ય સ્થળે ગોઠવી આપે છે. અને સાફ સફાઈ કરે છે.
🌈 આઈ રોબો રોમ્બા ગોળાકાર ડિશ જેવો છે તે વેકયૂમ કલીનરની જેમ આપમેળે ઘરમાં સફાઈ કરે છે.
🌈 વિશ્વનો સૌથી નાનો રોબોટ બે ઇંચ ઊંચો અને ૧૦ ગ્રામ વજનનો છે. તે હેલિકોપ્ટરની જેમ ઊડીને ગુપ્ત રીતે તસ્વીરો લઈ આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.