આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 28 February 2017

♥ જીવ જગતમાં સૌથી ઝડપી ♥



👉🏻 દરેક પશુ-પક્ષીમાં કંઇક ખાસ એવી વસ્તુ હોય છે જે તેમને ખાસ બનાવી દે છે,  દરેક ખાસ આદત વિશે આપણને ભાગ્યે જ ખબર હોય છે, આપણાં મનપસંદ પશુ કે પક્ષીની ખાસિયત આપણે જાણતા હોઇએ છીએ, પણ વાત જ્યારે બીજા પશુ-પક્ષીઓની આવે ત્યારે એવું બને કે તેમની ખાસિયત આપણે નથી જાણતા. મનુષ્યોમા દર વર વર્ષે ઓલીમ્પિક્સ રમતોમાં દોડવાના નવા નવા રેકોર્ડ સ્થાપિત થતા હોય છે, પરંતુ પ્રાણીઓને પણ ઓલીમ્પીકમાં દોડવા મળે તો? ચાલો તપાસીએ કયા પ્રાણીની કેટલી ઝડપ છે, પંખીઓની ઉડવાની કેટલી ઝડપ છે

🌸 કોસ્મોપોલીટન સેલ નામની માછલી એક કલાકના ૧૦૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. જે ખરેખર ઘણી જ ઝડપ કહી શકાય.

🌸 જમીન ઉપર વસતાં પ્રાણીઓમાં સૌથી ઝડપી પ્રાણી અમેરિકન પ્રોંગહોર્ન નામનું હરણ છે. તે બીજા બધા જ જમીન ઉપર વસતાં પ્રાણી કરતાં વધારે તેજ ગતિથી દોડી શકે છે. આ હરણ ૫૫ કિલોમીટરની ઝડપે ખૂબ લાંબા સમય સુધી મતલબ કે સતત ચાર કલાક સુધી  દોડી શકે છે.

🌸 સૌથી ઝડપી ઉડનાર જંતુઓમાં સૌથી પહેલું નામ ડ્રેગન ફ્લાયનું આવે છે. આ જંતુ કલાકના ૬૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

🌸 જમીન ઉપર વસતાં પ્રાણીમાં સૌથી ઝડપી શિકાર કરતું પ્રાણી ચિત્તો છે. તે એક કલાકમાં ૧૧૨ કિલોમીટરની ઝડપે પોતાના શિકાર પાછળ દોડે છે, અને શિકારને થોડી જ મિનિટોમાં પોતાના પંજામાં દબોચી નાખે છે.

🌸 સૌથી ઝડપી શિકારી પક્ષીઓમાં પેરેગ્રીન બાજ મોખરે છે. આ બાજ કલાકના ૩૨૦ કિલોમીટરની ઝડપે જમીન ઉપર ઉતરાણ કરે છે.

🌸 સૌથી ઝડપી જમીન ઉપર દોડનાર જંતુ વંદો છે, તે કલાકના ૪ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

🌸 જમીન ઉપર સૌથી ઝડપી દોડનારું પક્ષી શાહમૃગ છે. તે દર કલાકે ૭૦ કિલોમીટરની ઝડપે દોડે છે.

🌸 સૌથી ઝડપી પક્ષી તરીકે કબૂતરનો પહેલો નંબર આવે છે, કારણ કે કબૂતર કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.

🌸 સૌથી ઝડપી પાણીમાં તરી શકતા પ્રાણીમાં  કેલિફોર્નિયા સી લાયનનો પહેલો નંબર આવે છે. કારણ કે તે ૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હવામાં ઊડે છે.

🌸 સૌથી ઝડપી વ્હેલ કિલર ઓટકા વ્હેલ છે, તે કલાકના ૯૦ કિલોમીટરની ઝડપે તરી શકે છે.

🌸 કૂતરાની જાતમાં સૌથી ઝડપી કૂતરા તરીકે ગ્રેહાઉન્ડનો સમાવેશ થાય છે. આ કૂતરા કલાકના ૭૨ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

🌸 સૌથી ઝડપી દરિયામાં તરતા પક્ષીમાં ગેન્ટુ પેગ્વિનનું નામ મોખરે આવે છે. તે કલાકના ૩૫ કિલોમીટરની ઝડપે તરી શકે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.