આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday 1 March 2017

♥ સૌથી ઊંચો રેતીનો મહેલ ♥





📕 દરીયા કિનારે રમવા જતા છોકરાઓની મનપસંદ ગેમ મોટાભાગે દરીયાની રેતીમાંથી પહાડ બનાવવાની હોય છે. ઘણીવાર ઘણાં બાળકો પહાડના બદલે નાનું ઘર કે મહેલ બનાવતા હોય છે, બસ પોતાની અંદરની આ જ કલાને વિકસાવીને ભારતીય કલાકારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

📕 જી હા, ઓરિસ્સામાં વસતાં સુદર્શન પટનાયક નામના કલાકારે ગત આ રેકોર્ડ બનાવ્યો હતો.

📕 સુદર્શન રેતીમાંથી સ્કલ્પચર બનાવવાની સ્કૂલ ચલાવે છે. તેની સ્કૂલમાં ભણતા ૪૫ વિદ્યાર્થીઓ અને સુદર્શને મળીને ઓરિસ્સાના દરિયા કિનારે ૪૮ ફૂટ ઊંચો સુંદર મહેલ બનાવ્યો હતો.

📕 આ મહેલ બનાવવા માટે રેતી એકઠી કરવા તેમણે અમુક મશીનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ મુખ્યત્વે ૪૮ ફૂટ ઊંચા મહેલની ડિઝાઇન માનવશક્તિ અને કલાસૂત્ર દ્વારા જ બનાવવામાં આવી હતી.

📕 આ મહેલ ૧૪.૮૪ મીટર મતલબ કે ૪૮ ફૂટ ૮ ઇંચની ઊંચાઇનો બનાવ્યો હતો, જ્યારે તેનો બેઝ ૫૩૦ ફૂટનો બનાવાયો હતો.

📕 આ પહેલા દરિયા કિનારે રેતીમાંથી મોટો મહેલ બનાવવાનો રેકોર્ડ ટેડ સીઆબ્રેટ નામના અમેરિકન વ્યક્તિના નામે હતો, જેને ભારતીય કલાકાર સુદર્શને તોડી નાખ્યો છે, અને હાલમાં જ સુદર્શન તેમજ તેની ટીમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પાને નોંધાઇ ચૂક્યું છે.

📕 સુદર્શનને આ વિશે પૂછતાં તેણે જણાવ્યુ હતું કે મારા માટે ગૌરવની વાત છે કે મારા દેશનું નામ મે વર્લ્ડ રેકોર્ડની બુકમાં રોશન કર્યું છે. સુદર્શને બનાવેલો રેતીનો મહેલ શાંતિની થીમ લઇને બનાવવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.