💓 અલ્બાટ્રોસ એક દરિયાઈ પક્ષી છે. તે ઉત્તર પેસેફિક અને દક્ષિણ મહાસાગર આસપાસ જોવા મળે છે. વિશાળ પાંખ ધરાવતા પક્ષીઓની પ્રજાતિઓમાંની એક એટલે અલ્બાટ્રોસ. આ પક્ષીને નરી આંખે જોવું તે આપણા માટે એક અદ્ભુત નજારો હોઈ શકે છે.
💓 આ પક્ષીની પાંખોની લંબાઈ લગભગ ૩.૪ મીટર એટલે કે ૧૧ ફૂટ જેટલી હોય છે. આટલી લંબાઈની પાંખો તો બીજા કોઈ પક્ષીની નથી હોતી.
💓 અલ્બાટ્રોસ એક ભ્રમણ કરતું પક્ષી છે. તેના જેવી બીજી લગભગ બે ડઝન વિવિધ પ્રજાતિઓમાં અલ્બાટ્રોસ સૌથી મોટી પ્રજાતિ છે. દરિયાઈ પવનમાં લહેરાવું આ પક્ષીને ખૂબ પ્રિય છે. તેમની વિશાળ પાંખોને ફેલાવીને તેઓ કલાકો સુધી વિશ્રામ લીધા વગર દરિયા પર ઊડી શકે છે. તે સમુદ્રની સપાટી પર તરી પણ શકે છે. આ પક્ષી જ્યારે સમુદ્રની સપાટી પર તરતું હોય ત્યારે બીજા જળચર તેનો શિકાર કરે તેવી શક્યતાઓ વધી જાય છે.
💓 બીજા અમુક દરિયાઈ પક્ષીની જેમ અલ્બાટ્રોસ પણ ખારું પાણી પીવે છે.
💓 આ પક્ષી દીર્ઘ આયુષ્ય ભોગવનારું હોય છે. દસ્તાવેજી પુરાવા મુજબ અલ્બાટ્રોસની મહત્તમ ઉંમર હાલમાં ૫૦ વર્ષ સુધી નોંધાયેલી છે. તેઓ ભાગ્યે જ જમીન પર જોવા મળે છે.
💓 તેઓ સંવનન માટે જ ટોળામાં એકત્ર થાય છે અને તે સમયગાળામાં આ પક્ષીઓ દૂરના કોઈ શાંત ટાપુ પર મોટી વસાહતો રચે છે. દરેક જોડી એક ઈંડું આપે છે અને બંને વારાફરતી તેને સેવે છે. બેબી અલ્બાટ્રોસ જન્મ પછીના લગભગ ૩ થી ૧૦ મહિનાની અંદર ઊડતા શીખી જાય છે.
💓 એક વાર બેબી અલ્બાટ્રોસ ઊડતા શીખી જાય પછી તે પોતાની જન્મભૂમિને છોડીને નીકળી પડે છે. ત્યારબાદ લગભગ ૫ થી ૧૦ વર્ષના સમયગાળામાં તે પરિપક્વ થઈ જાય છે અને તે સંવનન માટે પોતાના સાથીની ખોજ શરૂ કરે છે.
💓 અલ્બાટ્રોસનો ખોરાક દરિયાઈ સ્ક્વિડ અને સ્કુલિંગ ફીશ હોય છે.
- સાભાર ''બાલ સંદેશ''
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.