👉🏻 વિજ્ઞાન,ટેકનોલોજી અને એન્જિનિયરિંગની મદદથી માણસે ઘણી અજાયબીઓ ઊભી કરી છે. અમેરિકાનું વિમાનવાહક જહાજ ''જયોર્જ વોશિંગ્ટન'' પણ અજાયબી જેવું છે.
🚢 આખું વિશાળ શહેર દરિયામાં તરતું હોય તેવડું મોટું આ જહાજ ૩૩૩ મીટર લાંબુ, ૭૮ મીટર પહોળુ અને ૭૪ મીટર ઊચું છે.
🚢 તેના ૧૮૦૦૦ ચોરસમીટરના ડક પર ૮૦ વિમાનો કતારબંધ ઊભા રહી શકે છે.
🚢 વિમાનને ઊંચકીને જહાજમાં ચઢાવવા માટે જંગી કદની ચાર લિફટ છે.
🚢 જહાજમાં ૬૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે. તેમને પીવા માટે દરરોજ દોઢ લાખ લીટર પાણી શુધ્ધ કરે તેવો પ્લાન્ટ છે.
🚢 જહાજની ૨૫૦૦ કેબીનો એરકન્ડીશન્ડ છે. તે માટે ૮.૬ મેગાવોટના ૨૫૨૦ ટનનો એરકન્ડિશન્ડ પ્લાન્ટ છે.
🚢 તેના રસોડામાં દરરોજ ૧૮૦૦૦ લંચ પેકેટ તૈયાર થાય છે.
🚢 આ જહાજને દરિયામાં સ્થિર રાખવા ૩૦ ટન વજનના બે લંગર છે.
🚢 જહાજ બે અણુરિએકટરથી ચાલે છે. અને ૫૬ કિલોમીટરની ઝડપે તરે છે.
🚢 આ જહાજના જંગી ટર્બાઈન પાંચ પાંખિયાના છે. ટર્બાઇનનું વજન ૩૦૦૦૦ કિલોગ્રામ કરતાં વધુ છે અને એવા ચાર ટર્બાઈન વડે તે ચાલે છે.
🚢 આ જહાજ ૧૯૯૦માં તરતું મૂકાયેલું.
🚢 આ જહાજ એક વખત પૂરતુ ઇંધણ લીધા બાદ ૫૬ લાખ કિલોમીટરનો પ્રવાસ કરી શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.