🌺 અતિ દૂરથી ઝીણામાં ઝીણી વસ્તુ સ્પષ્ટતાથી જોઈ શકે તેને બાજનજર કહે છે. આકાશમાં ઊડતાં શિકારી પક્ષી બાજ જમીન પર ફરતાં નાનકડા ઉંદરને પણ જોઈ શકે છે. તેવી તીવ્ર દૃષ્ટિવાળા હોય છે.
🌺 બાજ કાબરચીતરા રંગના હૂક જેવી ચાંચ ધરાવતા શિકારી પક્ષી છે. સામાન્ય બાજ પણ કદાવર હોય છે. પણ તેમાં ઉપર અમેરિકા અને કેનેડામાં જોવા મળતા લાલ પૂંછડીવાળા રેડટેઇલ્ડ હોક સૌથી મોટા હોય છે.
🌺 તે બે ફૂટ લાંબા હોય છે. અને લગભગ દોઢ કિલો વજનના હોય છે.
🌺 તેની પાંખોનો ઘેરાવો ૪૧ થી ૫૬ ઇંચ હોય છે. રેડટેઇલ્ડ હોકની ઘણી જાત હોય છે. તેમના કદ અને રંગમાં વિવિધતા હોય છે.
🌺 આ બાજ ધીમે ધીમે પાંખો વીંઝીને ૬૦ કિલોમીટરની ઝડપે ઊડે છે. રેડટેઇલ્ડ હોકને અમેરિકામાં ચિકનહોક પણ કહે છે.
🌺 આ બાજ જમીન પર ફરતાં ઉંદર, કાચિંડા, ખિસકોલી જેવાં નાના પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક નાના પક્ષીઓ અને માછલીનો શિકાર પણ કરી લે છે.
🌺 તે આકાશમાં ઊડતા ઊડતાં તીવ્ર દૃષ્ટિ વડે જમીન પર શિકાર શોધે છે. આકાશમાંથી સીધી તરાપ મારી શિકારને પગ વડે પકડે છે. તેના પગમાં તીક્ષ્ણ નહોર ધરાવતી બે આંગળી અને પાછળ અંગુઠો હોય છે.
🌺 રેડટેઇલ્ડ હોકને પાળીને તાલીમ આપી શકાય છે. તાલીમ પામેલા બાજ તેના માલિક કે તેના કૂતરા સાથે સાથે ઊડે છે. અમેરિકામાં બાજ પાળવા અને તાલીમ આપવાની પ્રવૃત્તિ લોકપ્રિય છે. તેને ' ફાલ્કની ' કહે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.