આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 11 February 2017

♥ માનવશરીરના અજાયબ અવયવો ♥



🌷 માણસનું હૃદય સૌથી મજબૂત અને વધુ કામ કરતો સ્નાયુ છે. હૃદય સરેરાશ ૪૦૦ ગ્રામ વજનનું હોય છે તે મિનિટના ૭૨ વખત ધબકીને લોહીને આખા શરીરમાં ફરતું રાખે છે. લોહી શરીરની ધમનીમાં કલાકના લગભગ દોઢ કિલોમીટરની ઝડપે વહે છે.

🌷  માણસની આંખ વિશ્વના સૌથી મોટા ટેલિસ્કોપ કરતા ય વધુ રંગોને ઓળખી શકે છે. માનવશરીરમાં આંખના સ્નાયુઓ સૌથી વધુ ઝડપે કામ કરે છે. આંખમાં પ્રકાશનું વિશ્લેષણ કરવા ૫૦ થી ૭૦ લાખ રિસેપ્ટર હોય છે. રંગોની ઓળખ કરે છે.

🌷  માણસના શરીરની ચામડીના દર ચોરસ ઇંચમાં ૬૨૫ પ્રસ્વેદ ગ્રંથિ, અને ૭૨ કિલોમીટરની લંબાઈના જ્ઞાાનતંતુઓ હોય છે. તે ઉપરાંત રક્તવાહિનીઓ અને રૃવાંટીના મૂળ પણ ખરા. ચામડી શરીરનું તાપમાન જાળવી રાખે છે.

🌷 માણસનું મગજ સૌથી વધુ કામ હાથ માટે કરે છે. માણસના હાથમાં ત્રણ મુખ્ય જ્ઞાાનતંતુઓ, લોહીની બે ધમનીઓ અને ૨૭ હાડકાં હોય છે. માણસ હાથનો ઉપયોગ સૌથી વધુ કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.