🌠 ઈ.સ. ૧૭૯૨ના ઓક્ટોબરની ૧૩મી તારીખે વ્હાઈટ હાઉસનો સાદા સમારંભમાં શિલાન્યાસ થયેલો.
🌠 અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન વ્હાઈટ હાઉસમાં કદી રહ્યા નહોતા. વ્હાઈટ હાઉસમાં રહેનાર પ્રથમ પ્રમુખ જ્હોન એડમ્સ હતા.
🌠 વ્હાઈટ હાઉસ બંધાયા પછી અનેક વખત આગ જેવી દુર્ઘટનાઓમાં પડી ભાંગેલુ. આજનો ઢાંચો તદ્દન જુદો અને નવો છે.
🌠 અગાઉ વ્હાઈટ હાઉસ 'પ્રેસિડેન્ટ પેલેસ' અને 'એક્ઝીક્યુટિવ મેન્શન' તરીકે ઓળખાતું. ૧૯૦૧માં પ્રમુખ રૃઝવેલ્ટે તેને 'વ્હાઈટ હાઉસ' નામ આપ્યું.
🌠 વ્હાઈટ હાઉસ છ માળનું છે તેમાં ૧૩૨ રૃમ, ૩૫ બાથરૃમ છે. વ્હાઈટ હાઉસમાં કુલ ૪૧૨ બારણા અને ૧૪૭ બારીઓ છે. ત્રણ લિફટ છે.
🌠 વ્હાઈટ હાઉસની મુલાકાતે દરરોજ લગભગ ૬૦૦૦ લોકો આવે છે.
🌠 વ્હાઈટ હાઉસમાં પાંચ રસોઈયા છે અને ૧૪૦ વ્યક્તિ એક સાથે ભોજન લઈ શકે તેવું વિશાળ રસોડું છે.
🌠 વ્હાઈટ હાઉસના સંકૂલમાં ટેનિસ કોર્ટ, જોગિંગ પાર્ક, સ્વિમિંગ પુલ, થિયેટર અને બિલિયર્ડ રૂમ છે.
🌠 વ્હાઈટ હાઉસનું સરનામું છે ૧૬૦૦, પેન્સીલવેનિયા એવન્યૂ, વોશિંગ્ટન ડીસી, અમેરિકા
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.