🔘 કોલકાતા અલિપોર ઝૂનો અદ્વૈત નામનો કાચબો વિશ્વમાં સૌથી વધુ ૨૫૫ વર્ષનું આયુષ્ય ભોગવી ૨૦૦૬ના માર્ચમાં મૃત્યુ પામેલો.
🔘 સેન્ટ હેલેના ટાપુ પર રહેતો જોનાથન નામનો કાચબો ૧૮૪ વર્ષનો છે અને સૌથી વધુ આયુષ્યમાન જીવિત પ્રાણી છે.
🔘 સુમાત્રાનું નોન્જા નામનું ઉરાંગઉટાંગ ૨૦૦૭ના ડિસેમ્બરમાં ૫૫ વર્ષે મૃત્યુ પામેલું. તે સૌથી આયુષ્યમાન ઉરાંગઉટાંગ હતું.
🔘 ન્યુઝિલેન્ડના સાઉથલેન્ડ મ્યુઝિયમનું ટુઆટારા નામનું ગરોળી જેવું પ્રાણી હેનરી ૧૧૧ વર્ષનું છે અને હયાત છે તેની જાતિનું તે સૌથી વૃધ્ધ છે.
🔘 મગરની જાતિમાં સૌથી વધુ આયુષ્ય બેલગ્રેડ ઝૂમાં રહેતો મુજા નામનો અમેરિકન મગર ૮૦ વર્ષનો છે.
🔘 તાઈપેઈ ઝૂનો એશિયન હાથી લીન વાંગ ૨૦૦૩ના ફેબ્રુઆરીમાં મૃત્યુ પામેલો. તે સૌથી વધુ ૮૬ વર્ષની વયનો હાથી હતો.
🔘 ઘોડામાં સૌથી વધુ આયુષ્ય ભોગનાર ઓ લીલી હતો. તે લંડનમાં ઈ.સ. ૧૮૨૨માં ૬૨ વર્ષની વયે મૃત્યુ પામેલો.
🔘 સાન ફ્રાન્સિસ્કો ઝૂનો એલી નામનો કાળો ગેંડો ૪૫ વર્ષનો છે. આજે જીવિત હોય તેવો સૌથી વયસ્ક ગેંડો ગણાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.