🌳 ઉત્તર અમેરિકા, કેનેડા, આઈસલેન્ડ, નોર્વે, સ્વિડન, રશિયા, મોંગોલિયા અને ઉત્તર જાપાન સુધી ફેલાયેલા બોરિયલ જંગલ વિશ્વના સૌથી વધુ જમીન વિસ્તાર રોકે છે અને ક્લાઈમેટ ચેન્જથી સૌથી વધુ ખતરો ધરાવે છે.
🌳 ઈન્ડોનેશિયાના વર્ષા જંગલ પૃથ્વી પરના વનસ્પતિ અને પ્રાણીઓની જાતિનો પાંચમો ભાગ ધરાવે છે. હવે આ જંગલો ઝડપથી નાશ પામી રહ્યાં છે.
🌳 કેનેડાના ગ્રેટ બેર રેઈન ફોરેસ્ટમાં સફેદ રીંછ જોવા મળે છે. આ જંગલમાં થતા સિટ્કા સ્પ્રુસ વૃક્ષોનું લાકડું ગિટાર, વાયોલિન જેવા વાદ્યો બનાવવા માટે જાણીતું છે.
🌳 વિશ્વમાં ઉપયોગમાં લેવાય છે તેમાંથી ૨૫ ટકા દવાઓનું મૂળ રેઈનફોરેસ્ટમાં છે.
🌳 જંગલો કાર્બન ડાયોક્સાઈડને ઓક્સિજનમાં ફેરવી પૃથ્વી પરના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખે છે. એટલે તેને પૃથ્વીના 'ફેફસાં' કહ્યાં છે.
🌳 જંગલી વૃક્ષોમાં પાંડો નામનું વૃક્ષ ૮૦૦૦ વર્ષ જૂનું છે. તે એક જ મૂળમાંથી વિકસેલા હજારો ઝાડનું જંગલ છે. તેને 'ટ્રેબ્લીંગ જાયન્ટ' પણ કહે છે. તે અમેરિકાના ઉટાહમાં ફિશલેક નેશનલ ફોરેસ્ટમાં આવેલું છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.