આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 9 June 2016

♥ WORLD'S LARGEST HUMAN SENTENCE ♥

ગત વર્ષ ૨૦૧૫માં યુએઇના ફાળે સૌથી વધુ એટલે કે ૩૦થી પણ વધારે ગિનિસ રેકોર્ડ બનાવવાનું ગૌરવ સાંપડયું હતું. આમાંથી એક રેકોર્ડ સ્કૂલના બાળકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેમાં નેશનલ ડે ઉપર ૩૫ સ્કૂલનાં ટોટલ ૬,૯૫૮ બાળકોએ મળીને Happy National Day નો સ્પેલિંગ બનાવ્યો હતો.

આ સ્પેલિંગ બનાવવા માટે ૬,૮૫૮ બાળકોની જરૂરિયાત હતી, આ માટે યુએઇની અલગ અલગ ૩૫ સ્કૂલનાં બાળકોને યોગ્ય તાલીમ આપવામાં આવી હતી.

૩૫ સ્કૂલોના બાળકો એક જૂથ થઇને ઉભા રહે અને કોઇજ મુશ્કેલી વગર આટલો મોટો સ્પેલિંગ લખાઇ શકે તે માટે બાળકોને તાલીમ આપી અંતે નેશનલ ડેના દિવસે આ પ્રયોગ કરીને સ્કૂલનાં બાળકો દ્વારા ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધવામાં આવ્યું હતું.

બાળકોને તાલીમ આપતાં શિક્ષકો કરતાં પણ વધારે બાળકો ઉત્સાહિત હતાં તેથી આ કાર્ય શક્ય બન્યું છે, તેવું બધાં શિક્ષકોએ જણાવ્યું હતું. 


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.