આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 9 June 2016

♥ WORLD'S FIRST A.C. ♥

શિયાળાના દિવસોમાં સવારના સમયે આપણને ઘણીવાર ધુમ્મસનો સામનો કરવો પડે છે. ધુમ્મસમાં ઠંડુ અને અંધકારભર્યું વાતાવરણ જોઇને શું કોઇને તેમાંથી કાંઇ નવુ શોધવાનો વિચાર આવી શકે? બાળમિત્રો, તમારો જવાબ કદાચ નામાં હશે, પરંતુ દુનિયામાં સૌ પહેલું એરકન્ડિશન બનાવનાર વિલ્સ કેરિયરને એરકન્ડિશન બનાવવાની પ્રેરણ અને વિચાર બંને આ જ ધુમ્મસમાંથી મળ્યો હતો. 
આમતો, કેરિયરે એક એર કન્ડિશનિંગ સિસ્ટમ બનાવી હતી, પરંતુ એનાથી તેને સંતોષ નહોતો અને એમાં એ સુધારો કરવા માગતા હતા. ખૂબ જ મથામણ પછીય એમને એ સૂઝતું નહોતું કે એ આ કામ કઇ રીતે કરે.

૧૯૦૨ની સાલમાં એક દિવસ કરિયર પિટર્સબર્ગના સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા ઊભા રહ્યા હતા. વાતાવરણ તે દિવસે ખૂબ જ ઠંડુ હતું. આશરે ૩૦ ડિગ્રી ફેરનહીટ હતું, જેથી આખું સ્ટેશન ધુમ્મસના કારણે ઢંકાઇ ગયું હતું. અચાનક તેમના મગજમાં ઝબકારો થયો અને તેમને વિચાર આવ્યો કે, ધુમ્મસ જેવી સ્થિતિ ઊભી કરવામાં આવે અને એવી જ સ્થિતિમાં હવાને ખેંચીને એનું તાપમાન સરખું કરી શકે તો? બરાબર એવું જ એસી બનાવી શકાશે જેવું લોકોને જોઇએ છે. બસ પછી તેમણે આ જ સ્થિતિ ઉત્પન્ન કરતું એસી બનાવવાની શરૂઆત કરી દીધી અને અંતે બની ગયું દુનિયાનું પહેલું એરકન્ડિશનર. 


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.