આપણે બધા કંઈ રોજેરોજ રડતા નથી, છતાં આપણે આંસુ વહાવતા જ રહીએ છીએ. ક્યારે આપણી આસપાસ ડુંગળી કપાતી હોય તો આંખમાં આંસુ આવી જાય છે, કોઈક વાર ધુમાડાની બળતરા થાય તો આંસુ આવી જાય છે. કશુંક હૃદયદ્રાવક અનુભવીએે, વાંચીએ કે જોઈએ તો આંખમાં આંસુ આવી જાય છે. એ સિવાય પણ સતત આંસુ વહેતાં જ રહે છે!
દરેક વખતે આંસુ નીકળે છે તો આંખમાંથી જ, પરંતુ આ બધાં આંસુ સરખા નથી હોતાં. કહે છે કે છોકરીઓ વધારે આંસુ વહાવે અને છોકરાઓના આંસુ ભાગ્યે જ જોવા મળે, પરંતુ વિજ્ઞાાન કહે છે કે, છોકરા-છોકરી, સ્ત્રી-પુરુષ બધાં જ રોજેરોજ સરેરાશ ૨૫૦ ગ્રામ આંસુ વહાવીએ જ છીએ. આપણી આંખની અશ્રુગ્રંથિએ રોજેરોજ ઓછામાં ઓછા એટલા આંસુ બનાવવા જ પડે છે. આંસુ ત્રણ જુદા જુદા કારણોસર વહે છે. એમાંના એક કારણસર આંસુ સતત વહેતા રહે છે. નવાઈની વાત એ છે કે, મોટેભાગે એની આપણે જાણ સુદ્ધાં થતી નથી.
આવા આંસુને 'બેસલ ટીયર્સ' કહેવાય છે. એ સતત બનતાં રહે છે. આપણી આંખોના ડોળા પર સતત વહેતાં રહે છે. એનું પ્રમાણ હવામાન મુજબ વધ-ઘટ થતું રહે છે. તે એટલા માટે નીકળતા રહે છે કે, આંખનો ડોળો ભીનોે અને સ્વચ્છ રહે. હવાથી ડોળા ઉપરના આંસુની ભીનાશ સુકાતી રહે છે અને એટલા જ નવા આંસુ ડોળા પર આવતાં રહે છે.
બીજા આંસુ પ્રતિક્રિયારૂપે નીકળે છે, તેને 'રિફ્લેક્સિવ ટિયર્સ' કહે છે. ડુંગળી કપાય તો આંસુ વહે છે કારણ કે ડુંગળીનો 'સીન પ્રોપાનેથિયલ સોડિયમ ઓક્સાઈડ' વાયુ આંખના ડોળામાં બળતરા કરે છે. આંખના ડોળામાં ખૂબ સંવેદનશીલ જ્ઞાાનતંતુઓ છે. તે ડોળાને જરાય નુકસાન કરનાર વાયુ કે પદાર્થનો સ્પર્શ પારખે કે તરત મગજને તાકીદનો સંદેશો મોકલે છે. મગજ આંખના ડોળામાં રહેલા અશ્રુગ્રંથિઓને હોર્મોન દ્વારા સંદેશો પાઠવે છે અને બીજી જ ક્ષણે આંસુ વહીને આંખના ડોળા પર થઈ પાંપણો પરથી બહાર પણ નીકળી આવે છે. આ આંસુ ડોળા પરથી બળતરા કે ખંજવાળ કરનાર પદાર્થ ધોઈ નાંખવા માટે હોય છે.
ત્રીજા પ્રકારનાં આંસુ લાગણીના આંસુ હોય છે. તેને 'ઈમોશનલ ટિયર્સ' કહે છે. આપણી ધારણાઓ, કલ્પનાઓ, વિચાર, નિર્ણયો, અંદાજ વગેરે જ્યાં સંગ્રહવામાં આવે છે એ મગજના સેરેબ્રમ વિસ્તારમાં કોઈપણ લાગણીના સંકેત ખૂબ વધારે અથવા ખૂબ તીવ્ર આવે તો એન્ડોક્રિન ગ્રંથિ ખાસ હોર્મોન લોહીમાં છોડવા લાગે છે. એથી પાંપણમાં રહેલી અશ્રુગ્રંથિઓને સંદેશો મળે છે અને આંસુ વહેવાં લાગે છે. આ પ્રકારના આંસુ મહિલાઓ-છોકરીઓની આંખમાંથી વધુ વહેતા હોવાનું કહેવાય છે. પુરુષો-છોકરાઓ લાગણીના ઊભરાને ખાળી શકે છે એટલે એની આંખમાંથી આંસુ ઓછાં વહે છે એવું કહેવાય છે, પરંતુ એ સાચું નથી. સ્ત્રી-પુરુષ બંનેની આંખમાંથી દરેક પ્રકારના આંસુ જ્યારે એવા સંજોગો સર્જાય ત્યારે એકસરખા પ્રમાણમાં જ વહે છે. હા, એવા સંજોગો વધતા-ઓછા પ્રમાણમાં સર્જાઈ શકે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સ્ત્રીઓ દર મહિને સરેરાશ ૫.૩ વખત લાગણીનો ઊભરો અનુભવે છે અને પુરુષો દર મહિને સરેરાશ ૧.૪ વખત લાગણીનો ઊભરો અનુભવે છે.
જો આંસુ વહેવાની ઝડપ કરતાં બનવાની ઝડપ વધી જાય તો આંખની સાથે નાકમાંથી પણ આંસુ વહેવાં લાગે છે. ખાસ કરીને જ્યારે આંસુ ખાળવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે આવું બનતું હોય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Thursday, 9 June 2016
♥ આપણે રોજ સરેરાશ ૨૫૦ ગ્રામ આંસુ વહાવીએ છીએ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.