♠ ઇજિપ્તની દંતકથાઓમાં ભયાનક હિંસક અને વિરાટ કદના વીંછી, કરોળિયા અને કીડી જેવા જંતુઓની ઘણી વાતો પ્રચલિત છે. આ વાતો અતિશયોક્તિભરેલી હોય છે પરંતુ ઇજિપ્તમાં જોવા મળતા કેમલ સ્પાઇડર કરોળિયા કદમાં ભલે નાના હોય પણ ભયાનક અને હિંસક તો હોય છે.
♠ રણપ્રદેશમાં થતા આ કરોળિયા ૧ ફૂટ લાંબા હોય છે. તેને આઠ પગ હોય છે કેમલ સ્પાઇડરમાં પણ જુદી જુદી હજાર જાત જોવા મળે છે.
♠ આ કરોળિયાના માથામાં બે ડંખ હોય છે તેને દાંત હોતા નથી પણ ડંખમાંથી નીકળતું તેજાબી ઝેરી પ્રવાહી શિકારની ચામડીને બાળી નાંખે છે, આ કરોળિયા ઉંઘતા ઊંટનું પેટ ચીરીને ખાઈ જાય છે.
♠ કરોળિયાના આઠે પગમા ઘણા સાંધા હોય છે. તે ઝડપથી દોડી શકે છે તેના પાછલા પગમાં સૂક્ષ્મ વાળ હોય છે તેના વડે નજીકમાં થતું હલનચલન પારખી શકે છે તેની મોટી આંખ આકારોને ઓળખી શકે છે.
♠ આ કરોળિયાનો દુશ્મન વીંછી છે. કરોળિયા અને વીંછીની લડાઈ જોવા જેવી હોય છે. ઇજિપ્તના આદિવાસીઓ કરોળિયા અને વીંછીને પકડીને તેમને લડાવે છે અને તે જોવાનો આનંદ માણે છે.
♠ કેમલ સ્પાઇડર ગરોળી, સાપ અને ઉંદર જેવા પ્રાણીઓનો શિકાર કરે છે.
♠ તેની લાળ જલદ હોવાથી તેને સન સ્પાઇડર પણ કહે છે. ઇજિપ્ત ઉપરાંત આફ્રિકાના દેશોના રણપ્રદેશમાં પણ આ કરોળિયા જોવા મળે છે.
♠ કહેવાય છે કે પહેલા વિશ્વ યુદ્ધમાં સૈનિકો ઇજિપ્તમાં કરોળિયા અને વીંછીની લડાઈના કાર્યક્રમો જોવા રોકાતા.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Monday, 13 June 2016
♥ ઇજિપ્તનો વિરાટ કરોળિયો - CAMEL SPIDER ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.