પૃથ્વી પરની સજીવ સૃષ્ટિમાં વનસ્પતિજગત અનોખું છે. વનસ્પતિ હાલી ચાલી શકતી નથી. તેને મોં, કાન ,નાક, જેવા અવયવો નથી છતાં શ્વાસ લે છે, ખોરાક લે છે અને વંશવેલી વધારે છે. અને વિકાસ પામી વૃધ્ધ થઈ મૃત્યુ પણ પામે છે. વનસ્પતિ પાસે જંગલમાં ખોરાક અને રક્ષણ મેળવવા માટે કેટલીક અજાયબ તરકીબો હોય છે. જંગલોમાં થતી વનસ્પતિમાં આવી અજાયબી જોવા મળે.
♣ વનસ્પતિ જગતમાં ૩ ફૂટ વ્યાસના ૫૦ કિલો વજનના રાફલેશિયા ફૂલથી માંડીને ૦.૦૪ ઇંચના લેમ્નેશિયા ડકવીડ ફૂલો પણ છે.
♣ વિનસ ફલાપ ટ્રેપ જેવા શિકારી ફૂલો છે. ૪૦૦ જેટલી વનસ્પતિ શિકારી છે. તેના ફૂલ કે પાન છટકાં જેવા હોય છે. માખી કે મચ્છર જેવાં જીવડાં નજીક જાય તો તેમાં ફસાઈ જાય છે.
♣ ઓસ્ટ્રેલિયાનું ક્રિસમસ ટ્રી જમીનમાં બીજાં વૃક્ષોના મૂળિયા શોધી તેનો ખોરાક કરી લે છે.
♣ પેલિયેડિયમ નામની વનસ્પતિ સંજીવની કહેવાય છે. તે સુકાઈ ગયા પછી વર્ષો પછી પણ મળે તો ફરી જીવંત થાય છે.
♣ એરિઝોનાના રણપ્રદેશમાં થતાં સાગુઆરો કેકટસ ૪૫ ફૂંટ ઊંચો અને ૧૦ ફૂટનો વ્યાસ ધરાવતા થડ વાળા હોય છે.
♣ કેલિફોર્નિયાના સિકવીયા વૃક્ષ જાયન્ટ કહેવાય છે. સિકવીયા ૩૦૦ ફૂટ સુધી ઊંચા હોય છે. આટલા ઊંચા વૃક્ષનું થડ પણ તોતિંગ હોય. એમેઝોન નદીમાં વોટર લીલીના પાન ૩ મીટર વ્યાસના હોય છે. તેનું રાત્રે ખીલતું સફેદ કમળ અજાયબી ગણાય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Tuesday, 14 June 2016
♥ ઝાડ અને જંગલનું અવનવું ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.