આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 14 June 2016

♥ ટૂથપેસ્ટ ♥

સવારે દાંત સાફ કરવા માટે બ્રશ પર ટૂથપેસ્ટ લઈએ ત્યારે ટયુબમાંથી પેસ્ટ બરાબર બહાર ન નીકળે. પાણી જેવી નીકળે, સૂકાઈ ગઈ હોય તો કેવો ગુસ્સો ચઢે ? પણ આવું ક્યારેય થતું નથી. નાનું બાળક પણ ટૂથપેસ્ટ દબાવે કે તરત જ પેસ્ટનો એકસરખો ઘટ્ટ પ્રવાહ ગોળાકાર સ્વરૃપે બ્રશ ઉપર ગોઠવાઈ જાય. ટૂથપેસ્ટના બીજા ગુણની વાત જવા દઈએ પણ ટયુબમાંથી ચોક્કસ આકારમાં બહાર આવવા માટે ઘડાયેલું તેનું બંધારણ અદ્ભુત છે. ટૂથપેસ્ટ અનેક દ્રવ્યોવાળા અર્ધપ્રવાહીમાં સૂક્ષ્મ રજકણો ભેળવીને બનાવાય છે કોઈ પણ પ્રવાહી કે અર્ધપ્રવાહીમાં ભળેલા રજકણો થોડા સમયમાં તળિયે બેસી જાય અને નીચેનો ભાગ ઘટ્ટ અને ઉપરનો ભાગ પાણી જેવો થઈ જાય. પણ ટૂથપેસ્ટમાં આવું થતું નથી. વિજ્ઞાનીઓએ પેસ્ટના અર્ધપ્રવાહી અને રજકણોના અણુનું સમતોલન અદ્ભુત રીતે જાળવ્યું છે.

વિશ્વમાં ઝડપથી ડિઝાઇન બદલતા ઉત્પાદનોમાં ટૂથપેસ્ટ અગ્રણી છે. ટૂથપેસ્ટનું બંધારણ ઘડવામાં વિજ્ઞાનીઓએ ખૂબ જ મહેનત કરી છે.ટયુબની અંદરની સપાટી અને મોઢું અને ઢાંકણાની રચના પણ મદદરૃપ થાય છે.

ટૂથપેસ્ટની શોધ ઇ.સ. ૧૮૫૦માં ડૉ. વોશિંગ્ટન વેન્ટવર્થે કરેલી. આધુનિક ટૂથપેસ્ટમાં બાઇન્ડર્સ પદાર્થ એટલે કે તમામ દ્રવ્યોને જોડી રાખતું ગુંદર જેવા ઘટ્ટ પદાર્થ, ફીણ ઉત્પન્ન કરતા પદાર્થ, સુગંધિત પદાર્થો, ગળપણ, ફ્લુરોઇડ અને પાણી હોય છે.

દાંતને ઘસીને સાફ કરનાર હાઇડ્રેટેડ સિલિકાના કણો, કેલ્શિયમ કાર્બોનેટના કણો હોય છે. વિવિધ ટૂથપેસ્ટમાં કેલ્શિયમ, ફોસ્ફેટ કે અન્ય દ્રવ્યોનો ઉપયોગ પણ થાય છે. ફીણ ઉત્પન્ન કરવા માટે ફેટી એસિડ કે આલ્કલી ધાતુના કણો વપરાય છે તે પાણીની તારણશક્તિ જાળવી રાખે છે. ઘન અને પ્રવાહી અર્ધપ્રવાહીને સમતોલપણે જાળવી રાખનાર પદાર્થ સોર્બિટોલ છે. આ પદાર્થ મોમાં ઠંડક પેદા કરે છે.

જો કે વિવિધ બ્રાન્ડમાં આવા જ ગુણ ધરાવતા વિવિધ રસાયણો ઉપયોગમાં લેવાય છે. આમ ટૂથપેસ્ટ સૌથી વધુ વૈવિધ્યસભર રસાયણો ધરાવતો પદાર્થ છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.