આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 14 June 2016

♥ કેક્ટસ ♥

  કેક્ટસ કે થોર એ રણપ્રદેશની વનસ્પતિ છે. ભયંકર ગરમીમાં પણ જીવિત રહેવા તેની છાલમાં પાણીનો સંગ્રહ કરી તે લીલા રહે છે.

  કેક્ટસની ૧૫૦૦ થઈ ૧૮૦૦ જાતિ છે.

  કેક્ટસ લાંબા, ગોળાકાર તેમજ વિવિધ આકારના જોવા મળે છે. દરેક કેક્ટસને તીક્ષ્ણ કાંટા હોય છે.

સૌથી નાનું કેક્ટસ ૧ સેન્ટીમીટર વ્યાસનું ગોળાકાર હોય છે. સૌથી મોટા કેક્ટસ સાગુઆરો ૨૦ મીટર ઊચા હોય છે.

કેક્ટસને કુદરતી પાતળા પાન હોતા નથી. થડ  જ પાન આકારના હોય છે.

કેક્ટસના મૂળ જમીનમાં ઊંડે સુધી અને વધુ વિસ્તારમાં ફેલાયેલા હોય છે. થોડોક વરસાદ પડે ત્યારે વધુમાં વધુ પાણીનું શોષણ કરી લે છે.

કેક્ટસમાં સંગ્રહાયેલું પાણી સફેદ ઘટ્ટ અર્ધપ્રવાહીરૃપે હોય છે. તેને ક્ષીર કહે છે.

કેટલાક કેક્ટસના ફળો ખાદ્ય તરીકે વપરાય છે.

કેક્ટસ ઉપર સફેદ રંગની લાળ જેવું જાળુ તેની વિશેષતા છે. તે વિવિધ આકારનાં હોય છે.

ઘરઆંગણે કે ઘરમાં આકર્ષક કેક્ટસ ઉછેરવાનો શોખ પણ વિકાસ પામ્યો છે.

સાભાર

- ગુજરાત સમાચાર


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.