આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 14 June 2016

♥ પાણી ♥


પૃથ્વી પર પાણીના જથ્થાનો ૯૭.૫ ટકા ભાગ સમુદ્રમાં ખારા પાણી સ્વરૃપે છે. પીવાલાયક પાણીનો જથ્થો માત્ર ૨.૫ ટકા છે. તે નદી, તળાવ અને બરફ સ્વરૃપે છે.

પૃથ્વી પર પાણીનો જથ્થો બે અબજ વર્ષથી સમાન રીતે જળવાઈ રહ્યો છે.

જગતના તમામ ધર્મોમાં પાણીને દેવ ગણવામાં આવે છે.

વાતાવરણમાં પાણીનો પુષ્કળ જથ્થો વરાળ સ્વરૃપે રહેલો છે. આ જથ્થો એક સાથે વરસાદ થઈને પડે તો આખી પૃથ્વી એક ઇંચ પાણીથી ભરાઈ જાય.

વિશ્વની હિમનદીઓમાં એટલું પાણી છે કે જો તે બધું વરસાદ બની વરસે તો પૃથ્વી પર ૬૦ વર્ષ વરસાદ ચાલુ રહે.

દરિયામાંથી બાષ્પીભવન થયેલું પાણી વાતાવરણમાં વરાળ સ્વરૃપે ૧૦ દિવસ રહે છે.

પાણી જામીને બરફ બને ત્યારે તેનું કદ વધે છે.

પૃથ્વી પરનું ૭૦ ટકા પાણી ખેતીમાં વપરાય છે.

ખારા પાણીમાં બનેલા બરફમાં મીઠું હોતુ નથી.

પાણી એવું પ્રવાહી છે કે જેમાં સૌથી વધુ દ્રવ્યો ઓગળે છે.

પાણીમાં ક્ષારનું પ્રમાણ પીપીટીથી મપાય છે. એક પીપીટી એટલે એક કિલો પાણીમાં ૧ ગ્રામ ક્ષાર.

પાણીમાં જેમ ક્ષાર વધુ તેમ ઉત્કલન ઊંચુ અને ઠારબિંદુ નીચું હોય છે. ખારા પાણીને ઉકળતાય વાર લાગે અને બરફ બનતાય વધુ વાર લાગે.

માણસ ખોરાક વિના મહિનો જીવી શકે પણ પાણી વિના સાત દિવસ પણ નહીં.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.