આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 14 June 2016

♥ સૌથી લાંબા શિંગડાવાળું ભારતનું કાળું હરણ ♥


વન્ય પ્રાણીઓમાં હરણ નિર્દોષ અને સુંદર પ્રાણી છે. વિશ્વભરના દેશોમાં હરણની અસંખ્ય જાત જોવા મળે છે. ભારતમાં પણ  ચિંકારા અને કાળિયાર જાણીતાં છે. ભારતમાં હરણ વિવિધ કદ અને રંગના જોવા મળે છે.  હરણના શિગડા તેનું સૌંદર્ય છે.

ઉત્તરભારતના જંગલમાં જોવા મળતાં કાળાં હરણ તેનાં લાંબા શિંગડાં  માટે જાણીતા છે.

કૃષ્ણમૃગ ૪ થી ૫ ફટ લાંબા અને ૨ થી ૩ ફટ ઊંચા હોય છે.

કૃષ્ણમૃગનાં શિંગડા વિશ્વના તમામ હરણો કરતાં લાંબા હોય છે. ૩૦થી ૩૫ ઇંચ લાંબા શિંગડા વળ ચડેલા હોય છે.

માદામૃગને શિંગડા હોતા નથી .

આ મૃગ ઘાસિયા મેદાનોમાં ટોળામાં રહે છે.

આ મૃગ લાંબા અંતર સુધી ઝડપથી દોડી શકે છે.

પાછળ મોઢું ફેરવીને દોડતાં કૃષ્ણમૃગનું ટોળું જોવાલાયક છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.