આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 9 June 2016

♥ સૂર્યનો રંગ પીળો નહીં, સફેદ છે!! ♥

મોટાભાગના ચિત્રોમાં અને કલાકારોના પેઈન્ટિંગમાં સૂર્યનું ચિત્રાંકન કરવાનું થાય તો સૂર્યને કેસરી આભાથી ઘેરાયેલો પીળાશ પડતો ગોળો બતાવવામાં આવે છે. ખરેખર સૂર્યનો રંગ તદ્દન ચળકતો સફેદ છે. એમાં જરાય પીળી આભા નથી. છતાં વર્ષોથી એને પીળાશ પડતો જ બતાવવામાં આવે છે.

એનું કારણ આપણી પૃથ્વી ફરતે પારદર્શક વાતાવરણનો થર છે. ગુરુત્ત્વાકર્ષણના કારણે પૃથ્વી ફરતે જે વાયુઓનો ગોળાકાર થર વીંટળાયો છે એ વાયુના અણુ અને વાયુઓ ભેગા તરતા રહેતા સૂક્ષ્મ રજકણ સૂર્યના કિરણોમાંથી કેટલાક રંગ શોષી લે છે અને તેને થોડાક ત્રાંસા કરી દે છે.

વાયુના અણુ અને સૂક્ષ્મ રજકણોની આ કરામતના કારણે સૂર્યના કિરણ સો ટકા આપણી આંખ સુધી આવતા નથી. જેટલા કિરણ આવે છે તે સાધારણ પીળાશ પડતા હોય છે. જોકે બપોરના સમયે સૂર્ય માથાની સીધમાં ઉપર આવે ત્યારે વાતાવરણ અને વાતાવરણના રજકણ ઓછામાં ઓછા વચ્ચે આવે છે. ત્યારે સૂર્યના કિરણને વાયુના અણુ અને રજકણ ખાસ રોકી શકતા નથી, ત્રાંસા પણ કરી શકતા નથી. એટલે એ સમયે સૂર્ય આપણને આંજી નાંખતા સફેદ રંગનો દેખાય છે.
વાતાવરણના વાયુઓ અને રજકણોના કારણે જ આપણને આકાશ વાદળી દેખાય છે. જો આ વાતાવરણ ન હોય તો આપણને સૂર્ય કાળા ધબ્બ આકાશમાં આંજી દેતા સફેદ ગોળારૃપે દેખાય.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.