ટી.વી.ના પડદાની પાછલી સપાટી પર ફોસ્ફરસનું પાતળું પડ હોય છે. પાછળથી પિકચરટયૂબમાંથી વીજાણુઓનો ફોકસ, ફોસ્ફરસના સૂક્ષ્મ કણોને પ્રજાળે છે. તેથી જુદાં જુદાં ટપકાં વડે દાણાદાર મમરાના દાણા જેવું દૃશ્ય જોવા મળે છે. ટેલિવિઝનને બંધ કર્યા પછી પણ થોડીવાર માટે તે ચળકતા રહે છે ત્યારબાદ તેનો ચળકાટ દૂર થાય છે. કેટલીક વખત એવું પણ બને છે કે તેના પડદાને સ્પર્શ કરતાં એકદમ હલકો તણખો-સ્પાર્ક જોવા મળે છે. તેનું કારણ એ છે કે, પિકચરટયૂબમાંથી વીજાણુઓ ફોકસ પડદાના પાછલા ભાગે ફેંકાય છે. લાંબા સમય સુધી આવું થતું હોવાથી વીજાણુઓનો ઋણ વીજભાર ટીવીના પડદાની પાછળ એકઠો થાય છે. હવે જો આવા ઋણ વીજભારવાળા પડદાને સ્પર્શ કરવામાં આવે તો વીજાણુ સ્થિત વિદ્યુત તરીકે તણખા કે સ્પાર્ક સ્વરૂપે જોવા મળે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.