આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 9 June 2016

♥ સાઈકલોટ્રોનનો શોધક - અર્નેસ્ટ ઓરલેન્ડો લોરેન્સ ♥

અણુશસ્ત્રોનો કોઈ એક શોધક નથી. પરમાણુઓને તોડીને સાઈક્લોટ્રોન નામનું સાધન આપનાર અર્નેસ્ટ ઓરલેન્ડોનો જન્મ તા.૮ ઓગસ્ટ, ૧૯૦૧ના રોજ અમેરિકાના સાઉથ ડાકોટાના કેન્ટોનમાં થયો હતો.

તેણે શોધેલા મશીનની રચનામાં એક મોટી, પોલા નળાકાર ડિસ્ક પર 'ડી'આકારનાં બે અર્ધવર્તુળાકાર હતા. તેમાંથી વીજપ્રવાહ પસાર કરતાં તેઓમાં વિરુદ્ધ વીજભાર પેદા થતો આ બંને 'ડી'ને મોટા ચુંબક વચ્ચે દબાવીને ગોઠવવામાં આવે છે ત્યાં તે ઋણબાજુ તરફ આકર્ષાતા અને ધન બાજુ તરફ વિરુદ્ધ થતા અને વીજપ્રવાહ વિરુદ્ધ થતો. લોરેન્સે આ મશીનનું નામ 'મેગ્નેટિક રેઝોનન્સ અક્સિલરેટર'રાખ્યું હતું. પાછળથી આ મશીન 'સાઈક્લોટ્રોન'ના નામથી પ્રખ્યાત થયું.

પરમાણુની નાભિમાંના પ્રોટોનમાંથી એક ઓછો થાય. દા.ત. લિથિયમ પરમાણુ હિલિયમમાં ફેરવાય.

૧૯૩૨માં તેમને પરમાણુ તોડવા માટે સફળતા મળી. ૧૯૩૬માં લોરેન્સે ૩૭ ઈંચનું સાઈક્લોટોન બનાવ્યું તેની મદદથી તેમણે કિરણોત્સારી સમસ્થાતિકો પણ બનાવ્યા હતા. ન્યુક્લિયર પાયર સ્ટેશનો, કાર્બન ડેટિંગ રેડિયેશન ચિકિત્સા. આ બધાં સંશોધનનું શ્રેય અર્નેસ્ટ ઓરલેન્ડો લોરેન્સને મળ્યું છે. 


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.