આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 9 June 2016

♥ લોકોને ભેટવાનો વર્લ્ડ રેકોર્ડ ♥

હૈદરાબાદના એલબી નગર ખાતે આવેલા 'રોક ટાઉન'નસ ઇમારતમાં ક્રિશ્નકુમાર નામના એક ભારતીય યુવાને લોકોને ભેટવાનો ગિનેસ રેકોર્ડ સર્જ્યો છે. ક્રિશ્નકુમારે એક મિનિટમાં ૭૯ લોકોને ભેેટીને અગાઉનો ઓસ્ટ્રેલિયાના કેરી બિકમોરનો ૭૭ લોકોને ભેટવાનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે.
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓની હાજરીમાં એક ઓરડામાં  ૮૩ યુવાનોને લાઈનસર ઊભા રાખવામાં આવ્યા હતા.

ગિનેસ બુકના પ્રતિનિધિઓની સ્ટોપ વોચ ચાલુ થતાં જ બધા ઝડપથી આવીને ક્રિશ્નકુમારને ભેટીને તરત છૂટા પડવા લાગ્યા. ક્રિશ્નકુમારે એક મિનિટમાં બધાને ભેટી લીધું હતું. પરંતુ વીડિયો ફૂટેજ જોઈને નિષ્ણાતોએ કહ્યું કે, માત્ર ૭૯ લોકો સાથે જ ખરેખર ભેટવાનું કૃત્ય થયું હતું. બાકીનાઓ સાથે તો માત્ર માથું ખભે નાંખવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે વ્યક્તિને બે હાથમાં બાંધીને માથાથી માથું અડાડો તો જ ભેટયા કહેવાય. એ રીતે માત્ર ૭૯ લોકો સાથે જ ભેટવાનું થયું છે. સદ્ભાગ્યે એટલા આંકડામાં પણ નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ ગયો છે.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.